Charotar Sandesh
સ્પોર્ટ્સ

ધોની ૨૦૨૦ તો ઠીક ૨૦૨૧ આઇપીએલ પણ રમશે : શ્રીનિવાસન

ચેન્નાઇ : છેલ્લા થોડા દિવસોથી મહેન્દ્ર સિંહ ધોની ઘણો ચર્ચામાં છે. ઘણા સમયથી ટીમમાંથી બહાર ધોનીને બીસીસીઆઇએ વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર કરી દીધો હતો, જેને કારણે તેના ફેન્સ ઘણા નિરાશ હતા, પરંતુ ધોનીના ફેન્સને થોડો આનંદ થાય તેવા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર આઇપીએલને લગતા છે.

વાત એવી છે કે, આઇપીએલની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સના એન.શ્રીનિવાસને સ્પષ્ટ કરી દીધું છે કે, ધોની ૨૦૨૦ની આઇપીએલ જ નહીં, પરંતુ ૨૦૨૧ આઇપીએલમા પણ રમશે. ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થઇ ત્યારથી ધોની ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે. ધોની ૨૦૦૮થી સીએસકેનો કેપ્ટન છે.

સીએસકેના શ્રીનિવાસને એક ઇવેન્ટમાં કહ્યું હતું કે, ધોની આ વર્ષે અને આવતા વર્ષે પણ આઇપીએલ રમશે. આવતા વર્ષે તે ઓક્શનમાં જશે, પરંતુ અમે તેને રિટેઇન કરી લઇશું. આઇપીએલના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, ધોનીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર રાખવાના નિર્ણય અંગે તેને પહેલા જ જણાવવામાં આવ્યું હતું, ત્યારબાદ જ સિલેક્શન કમિટીએ નામ નક્કી કર્યા હતા. જો ધોની આ વર્ષે ટી-૨૦ ટીમમાં પોતાની જગ્યા બનાવશે તો તેને ફરીથી કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે.

Related posts

બોલને ચમકાવવા માટે લાળના પ્રતિબંધને સચિન-બ્રેટલીએ યોગ્ય ગણાવ્યો…

Charotar Sandesh

ધોનીની વિકેટકીપિંગની પ્રેક્ટિસ જોઈ ઈરફાને કહ્યું- પહેલાં ક્યારેય આવું જોયું નથી…

Charotar Sandesh

રોહિત શર્મા ફિટ થતાં સુનિલ ગાવસ્કરે ખુશી દર્શાવી…

Charotar Sandesh