Charotar Sandesh
સ્પોર્ટ્સ

પિચનો મિજાજ સારો હશે તો ભારત આક્રમક એપ્રોચથી રમશે : રોહિત શર્મા

રાજકોટ : બાંગ્લાદેશ સામેની બીજી ટી-૨૦ પહેલા ભારતના કેપ્ટન રોહિત શર્માએ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, રાજકોટની પિચ હંમેશા બેટિંગ ફ્રેન્ડલી રહી છે. તેમજ બોલર્સને પણ થોડી ઘણી મદદ કરે છે. દિલ્હી ખાતે ઓપનર્સ દ્વારા કરવામાં આવેલી ધીમી શરૂઆત (૬ ઓવરમાં ૩૫ રન) અંગે રોહિતે કહ્યું કે, તે શરુઆતને બેટ્‌સમેનની માનસિકતા કરતા વધારે પિચ સાથે લેવા દેવા હતા. રાજકોટમાં અમે આક્રમક અંદાજ સાથે ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળીશું.
મહેમાન ટીમે ગઈ મેચમાં સારી બેટિંગ કરી હતી. દબાણમાં તેમણે સારી રમત દાખવી હતી. અમે દરેક ડિપાર્ટમેન્ટમાં નબળા પૂરવાર થયા હતા. અમારી ટીમ યુવા છે અને સમય સાથે તેઓ પોતાની રમતમાં સુધારો કરતી રહેશે. સારી ટીમ એ છે જે પોતાની ભૂલો રિપીટ ન કરે.

Related posts

આઇપીએલમાં ૧૦ ટીમો ભાગ લેશેઃ મે મહિનામાં હરાજી થશે…

Charotar Sandesh

યુએઈમાં IPL-૧૩ પર ફિક્સિંગનું સંકટ, બીસીસીઆઈએ પણ કરી પુષ્ટિ

Charotar Sandesh

ધોનીની જર્સી ભેટ વાળી તસવીરોથી આઈપીએલ માંથી નિવૃતિની અટકળો તેજ…

Charotar Sandesh