Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પેટલાદ તાલુકાના પાળજમાં ૫૦મો નવરાત્રી મહોત્સવ ૧૩ લાખના ખર્ચે ધામધૂમથી ઉજવાશે…

નયનરમ્ય રંગબેરંગી ઈન્દોરી ડેકોરેશન તથા ખ્યાતનામ ગરબા ગાયકો પોતાની કોકીલકંઠી તથા સુરીલી અવાજોથી રાસગરબાની રમઝટ બોલાવશે…

આણંદ,
પાળજ (તા. પેટલાદ) ખાતે આણંદ તથા ખેડા જિલ્લા તથા ગુજરાતભરના ખ્યાતનામ બનેલા નવરાત્રી મહોત્સવના ચાલુ વર્ષે શ્રી વહાણવટી સત્સંગ મંડળ દ્વારા પચ્ચાસમાં નવરાત્રી મહોત્સવ રૂા. તેર લાખના ખર્ચે ખૂબ ધામધૂમથી ઉજવવાનું આયોજન છે, જેની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે.
પાળજ ગામની પાદરે વાવના તોળા ઉપર બિરાજમાન સાક્ષાત શ્રી વહાણવટી માતાજીની અસીમ કૃપાથી વહાણવટી માતાજીના ચોકમાં શ્રી વહાણવટી સત્સંગ મંડળના આયોજનથી પાળજ ગામમાં સતત ઉજવાતા નવરાત્રી મહોત્સવના આ પચ્ચાસમાં નવરાત્રી મહોત્સવ તા. ૨૯.૯.૧૯ થી તા. ૮.૧૦.૧૯ સુધી ઉજવવામાં આવશે. પાળજ ગામના આ નવરાત્રી મહોત્સવ અગાઉ ગુજરાતભરના ખ્યાતનામ ગરબા કલાકારો તથા ફિલ્મી કલાકારો પાળજ ગામે પધારી ચુક્યા છે.
પાળજ ગામના આ નવરાત્રી મહોત્સવમાં ઈન્દોરી કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવનાર નયનરમ્ય રંગબેરંગી લાઈટીંગ ઈન્દોરી ડેકોરેશન અનેરૂ આકર્ષણ જમાવશે, તથા ગુજરાતના ખ્યાતનામ ગરબા ગાયકો પોતાની કોકીલકંઠી તથા સુરીલી અવાજોથી ઢોલના ધબકારે અને તાલીઓના તાલે રાસગરબાની રમઝટ બોલાવશે અને ગામના યુવકો-યુવતીઓ માતાઓ તથા પાળજ તથા આજુબાજુના ગામોના ખેલૈયાઓ મોડી રાત સુધી રાસ ગરબામાં હિલોરી ચઢી અનેરો આનંદ માનશે.
પાળજ ગામના આ સાક્ષાત શ્રી વહાણવટી માતાજીની અસીમ કૃપાથી પાળજના નવરાત્રી મહોત્સવ માટે ગામના તથા પરદેશમાં રહેતા પાળજ ગામના દાનવીર દાતાઓ તરફથી દાનનો ધોધ અવિરત પણે આવતો હોવાથી આવા નવરાત્રી મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. પાળજ ગામના આ નવરાત્રી મહોત્સવ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ બનતો નથી તથા ગામના તમામ સમાજની જનતા નવરાત્રીના રાસ ગરબા તથા આનંદની મજા માને છે.
પાળજ ગામના આ નવરાત્રી મહોત્સવમાં ખેડા તથા આણંદ જિલ્લાના તમામ ગામોની જનતા તથા માઈભક્તોને પાળજ ગામના રાસગરબા નિહારવા તથા મા વહાણવટી માતાજીના દર્શનાર્થે પધારવા શ્રી વહાણવટી સત્સંગ મંડળના વહીવટકર્તા લલ્લુભાઈ પટેલનું જાહેર આમંત્રણ છે. પાળજ ગામની વહાણવટી માતાજીના દર્શનાર્થે આવતા તમામ માઈભક્તોના તમામ કામો તથા ઓરતા પુરા કરે છે, તેના પરીણામે નવરાત્રીમાં દેશ પરદેશના દાતાઓ તરફથી દાનનો પ્રવાહ અવિરીતપણે આવ્યા કરે છે, એ જ આ માતાનો સાક્ષાત પરચો છે.

  • Ramesh Parmar

Related posts

આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર એક્શનમાં : શહેરમાં પ્રવેશનાર લોકોનો કોવિડ ટેસ્ટ કરાશે…

Charotar Sandesh

યુક્રેન રશિયાના યુદ્ધની સ્થિતિ વચ્ચેથી આણંદના બે વિદ્યાર્થી યુક્રેનથી હેમખેમ પરત આવ્યાં

Charotar Sandesh

અમૂલે હલ્દી દૂધના ગુણ ધરાવતો વિશ્વનો સૌ પ્રથમ “હલ્દી આઈસક્રીમ” રજૂ કર્યો…

Charotar Sandesh