Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ નવા વર્લ્ડ

પ્રથમ વખત સ્પેશ સ્ટેશનમાં બિસ્કિટ બનાવાશે, નાસાએ ઓવન મોકલ્યું

વર્ષના અંત સુધીમાં અંતરિક્ષ યાત્રી બિસ્કિટ બનાવી શકશે…

વોશિંગ્ટન,
ચંદ્ર પર પહેલો પગ મૂકનારા નીલ આર્મસ્ટ્રોંન્ગે જણાવ્યું હતું કે, આ મનુષ્ય માટે ભલે આ નાનું પગલું હોય, પરંતુ માનવજાતિ માટે વિશાળ છલાંગ છે. હવે અંતરિક્ષ યાત્રી સ્પેશ સ્ટેશનમાં બનેલા ફ્રેશ બિસ્કિટ પણ ખાઇ શકશે. આના માટે એક સ્પેશિયલ ઓવન પણ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે.

અંતરિક્ષમાં બિસ્ટિકમાં બનાવવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. એક સ્પેશિયલ ઓવન સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યું છે. અંતરિક્ષ યાત્રી અત્યાર સુધી પોતાની સાથે ડીહાઇડ્રેટેડ અથવા રાંધેલું ભોજન લઈ જાતા હતા. હવે એસ્ટ્રોનોટ્‌સ તાજા બિસ્કિટનો આનંદ માણી શકશે. અંતરિક્ષ યાત્રી ૨૦૧૯ના અંત પહેલા સ્પેસમાં બનેલા બિસ્કિટ ખાઇ શકશે.

નાસાના ભૂતપૂર્વ અંતરિક્ષ યાત્રી માઇક મૈસિમિનોએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ જાણવું ખૂબ જ રોમાંચિત હશે કે માઇક્રોગ્રેવિટીમાં બેકિંગ કેવી રીતે કામ કરે છે. આ સ્પેશિયલ ઓવનને બે કંપનીઓ ઝીરો જી કિચન અને ડબલટ્રી બાય હિલ્ટને મળીને બનાવ્યું છે. સ્પેસ ઓવન એક બેલનાકાર કન્ટેનર છે, જેને અંતરિક્ષ સ્ટેશનની માઇક્રોગ્રેવિટીમાં ખાવાની વસ્તુઓને રાંધવા માટે બનાવવામાં આવ્યું છે. ત્યાં પૃથ્વી જેવું વાતાવરણ નથી, ત્યાં કૃત્રિમ વાતાવરણ બનાવવામાં આવે છે.

મૈસિમિનોએ જણાવ્યું હતું કે, ઇતિહાસમાં આ પહેલી વખત થશે કે અંતરિક્ષ યાત્રી સ્પેશ સ્ટેશનમાં બનેલા બિસ્કિટ ખાઇ શકશે. એસ્ટ્રોનોટ્‌સને બિસ્કિટ ઘરની યાદ અપાવશે. મને ખબર નથી કે કેટલા કુકીઝ એક વખતમાં બનશે, પરંતુ ફ્રેશ કુકીઝ ખાવી તે અત્યંત રોમાંચિત હશે. તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર અંતરિક્ષ યાત્રીઓના આનંદ માટે જ નથી. સ્પેસ ખાસ કરીને વિજ્ઞાનના પ્રયોગ માટે છે. અત્યાર સુધી કોઇ નથી જાણતું કે માઇક્રોગ્રેવિટીમાં આને કેવી રીતે રાંધવામાં આવશે. કોઇને જાણ નથી કે કુકીઝનો આકાર અને સ્વાદ કેવો હશે? આ ધરતી પર બનેલી કુકીઝથી વધારે ગોળાકાર પણ હોઇ શકે છે.

  • Yash Patel

Related posts

જો હું હારી ગયો તો ૨૦ દિવસમાં ચીન અમેરિકા પર કબ્જો જમાવશે : ટ્રમ્પ

Charotar Sandesh

ચૂંટણી જીતીશ તો કોરોના વેક્સીન મફત આપીશ : જો બિડેન

Charotar Sandesh

બોમ્બ ધડાકાથી શ્રીલંકા ફરી ધણધણી ઉઠ્યું, કોલંબોની પાસે વધુ એક બ્લાસ્ટ

Charotar Sandesh