Charotar Sandesh
સ્પોર્ટ્સ

ફીફા મહિલા વિશ્વકપ : સ્વીડનને ૧-૦થી હરાવી નેધરલેન્ડનો ફાઇનલમાં પ્રવેશ

પેરિસ,
ફ્રાન્સમાં રમાઇ રહેલી ફીફા મહિલા વિશ્વ કપમાં નેધરલેન્ડની ટીમ પ્રથમવાર ફાઇનલમાં પહોંચી ગઈ છે. બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં નેધરલેન્ડે સ્વીડનને ૧-૦થી પરાજય આપ્યો હતો. ટીમ માટે એકમાત્ર ગોલ જૈકી ગ્રોનેને એક્સ્ટ્રા ટાઇમમાં ૯મી મિનિટે કર્યો હતો. ફાઇનલ મુકાબલો ૭ જુલાઈએ નેધરેલન્ડ અને અમેરિકા વચ્ચે લિયો ઓલિમ્પિક સ્ટેડિયમમાં રમાશે.

નેધરલેન્ડનો આ બીજો ફીફા મહિલા વિશ્વ કપ છે. ડચ ટીમ પ્રથમ વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. તેનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન અમેરિકા સામે થશે. આ ટૂર્નામેન્ટમાં અમેરિકાએ સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડને ૨-૧થી પરાજય આપ્યો હતો.

ત્રીજા સ્થાન માટે ઈંગ્લેન્ડ અને સ્વીડન વચ્ચે મેચ રમાશે. આ મુકાબલો ૬ જુલાઈએ અલાયંજ રિવિએરા સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડનો સેમિફાઇનલમાં અમેરિકા સામે પરાજય થયો હતો. ૧૯૯૧થી અત્યાર સુધી અમેરિકા ત્રણ વખત ફીફા મહિલા વિશ્વ કપનું ટાઇટલ જીતી ચુકી છે. તે એક વખત રનર-અપ રહી છે. ૨૦૧૫મા અમેરિકાએ ફાઇનલમાં જાપાનને ૫-૨થી હરાવી ટાઇટલ જીત્યું હતું.

Related posts

ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ શ્રીલંકામાં મચાવશે તરખાટ…

Charotar Sandesh

ઈજાગ્રસ્ત કેદાર જાધવ આઈપીએલમાંથી બહાર

Charotar Sandesh

આગામી સિઝનથી ટી૨૦ ક્રિકેટમાં બોલરો પણ હેલમેટ પહેરશે…

Charotar Sandesh