Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

બાળકોના મૃત્યુ : ભાજપ બીજા રાજ્યને સલાહ આપવા કરતા ગુજરાતમાં ધ્યાન આપે : અમિત ચાવડા

અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. કહ્યુ કે, ક્યાક સરકારની કચાશ રહી ગઈ છે જેના કારણે મૃત્યુ આકમાં વધારો થયો છે…

આ સાથે જ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે બીજા રાજ્યોને સલાહ આપવાની જરૂર નથી. સરકારે ગુજરાતમાં ધ્યાન આપવાની જરૂર છે. નોંધનીય છે કે, રાજ્યના અમદાવાદ અને રાજકોટ શહેરમાં થયેલા બાળકોના મૃત્યુ અંગેનો આંકડો તાજેતરમાં જાહેર થયો છે.

અમદાવાદ સિવિલમાં ઓક્ટોબરમાં 94, નવેમ્બરમાં 74 અને ડિસેમ્બરમાં 85 બાળકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે રાજકોટ સિવિલમાં એક જ મહિનામાં 134 બાળકોના મૃત્યુ થયા છે. ત્યારે કુપોષણ, જન્મજાત બિમારી, અધુરા મહિને જન્મ બાળકોના મોતનું કારણ છે.

બાળમૃત્યુદર કેમ વધ્યો?

બાળમૃત્યુદરને લઇ સવાલો પણ ઉઠી રહ્યાં છે કે માસૂમોના મોતના જવાબદાર કોણ છે?  શું સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરોની અછત છે?. પ્રસુતિ દરમિયાન ડૉક્ટર કેમ ધ્યાન આપતા નથી? શું સિવિલ હોસ્પિટલમાં અનુભવ ધરાવતા ડૉક્ટર નથી? અત્યાર સુધી તંત્ર દ્વારા કેમ ધ્યાન અપાતુ નથી? અને શું હવે આંકડા સામે આવ્યા બાદ તંત્ર કામ કરશે?

સુરત સિવિલમાં પણ ડિસે.માં 66 નવજાત શિશુના મોત

વર્ષ દરમિયાન સુરત સિવિલમાં 699 શિશુના મોત થયા છે. સુરત સિવિલમાં દર મહિને સરેરાશ 59 બાળકો મોત થાય છે. સુરત સિવિલમાં વલસાડ, ભરૂચ અને મહારાષ્ટ્થી દર્દીઓ આવે છે. છેલ્લા 4 વર્ષમાં સુરત સિવિલમાં 2965 બાળકોના મૃત્યુ થયા છે.

Related posts

અમદાવાદ BRTS બસની અડફેટે ૨ યુવાનના મોત : લોકોમાં ભારે રોષ, બસમાં તોડફોડ કરી…

Charotar Sandesh

સુરતમાં ટિકિટ ન મળતા નારાજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાર્ટી ઓફિસમાં કરી તોડફોડ…

Charotar Sandesh

એનડીઆરએફની ટીમને સલામ… ગર્ભવતી મહિલાઓ સહિત હજારોનાં જીવ બચાવ્યા…

Charotar Sandesh