તાજેતરમાં જ ટી સિરીઝે ટીકટોક ગર્લ ગરિમા ચૌરસિયાને પોતાના ઓફિશિયલ સોંગમાં લોન્ચ કરી છે. અત્યાર સુધી ટિકટોક પર સક્રિય લોકોની મજાક ઉડતી હતી, પરંતુ ગરિમા ચૌરસિયાના ઉદાહરણે બધાની બોલતી બંધ કરી દીધી છે. ત્યારે ચાલો જોઈએ એક એવી ગુજરાતી ટિકટોક ગર્લ વિશે જે ડિમ્પલ ગર્લ તરીકે ફેમસ છે.
-
ટિકટોકના બંને એકાઉન્ટ પર મમતા આચાર્યના 73 લાખ અને 60 લાખ ફોલોઅર્સ છે…
- મમતા આચાર્ય
ટિકટોકનો આજકાલ જમાનો છે. મોટા ભાગના યંગસ્ટર્સ આ એપ યુઝ કરીને તેના પર પોતાના વીડિયોઝ બનાવે છે. અને કેટલાક લોકો તો ટિકટોક સ્ટાર પણ બની ચૂક્યા છે. ગુજ્જુ ગર્લ મમતા આચાર્ય આવી જ ટિકટોક સ્ટાર છે.
ટિકટોક પર પોતાના વીડિયોઝથી ફેમસ મમતા આચાર્ય ડિમ્પલ ગર્લ તરીકે જાણીતી છે. તેના બંને ગાલ પર પડતા ડિમ્પલ્સ તેને ક્યુટ લૂક આપે છે. મમતા આચાર્યના ટિકટોક પર બે ઓફિશિયલ એકાઉન્ટ છે. અને તેના ફોલોઅર્સનો આંકડો તમને ચોંકાવી દેશે.