Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

માસ્ટર સ્ટ્રોક : આર્ટીકલ ૩૭૦ અને ૩પ-એ ખતમ થયા : કાશ્મીર ખીણ પ્રદેશમાં હવે ત્રિરંગો લહેરાશે…

જમ્મુ-કાશ્મીર હવે અલગ રાજ્ય બનશે, કેન્દ્રના શાસન હેઠળ આવી જશે : આર્ટીકલ ૩૭૦ અંગે મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય…

દેશ માટે ઐતિહાસીક દિવસ : જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજજો આપવામા આવ્યોઃ કલમ ૩૭૦ હટાવી લેવા માટેનો ઠરાવ અમિતભાઇએ રજુ કર્યો : જમ્મુ-કાશ્મીરથી લડાખ અલગ થયું: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા રહેશે  રાષ્ટ્રપતિએ બંધારણના આર્ટીકલ ૩૭૦માં ફેરફાર કરવા મંજૂરી આપી : આર્ટીકલ ૩૭૦-એ સિવાય આર્ટીકલ-૩૭૦ની  તમામ જોગવાઈઓ હટાવી લેવા અમિતભાઈએ ઠરાવમાં સંકલ્પ રજૂ કર્યો  આર્ટીકલ ૩૭૦ના હવે તમામ ખંડો – જોગવાઈઓ કાશ્મીરમાં લાગુ નહિં થાય : કાશ્મીર મામલે દેશમાં ઐતિહાસિક દિવસ જે દિવસે રાષ્ટ્રપતિ દ્વારા ગેઝેટ નોટીફીકેશન સ્વીકારાશે, તે દિવસથી સંવિધાનના અનુચ્છેદ ૩૭૦ (૧) સિવાય બીજો કોઈપણ ખંડ લાગુ થશે નહિં : અમિત શાહ  વિપક્ષી પાર્ટીઓના હોબાળાની વચ્ચે ગૃહની કાર્યવાહી સ્થગિત  જમ્મુ કાશ્મીરમાં ગૃહમંત્રી દ્વારા આર્ટીકલ-૩૭૦ હટાવાના પ્રસ્તાવ બાદ રાજયસભામાં વિપક્ષનો જોરદાર હોબાળો  શાહે કહ્યુ કે અમે જે ચારેય સંકલ્પ અને બીલ લઈને આવ્યા છીએ. તે કાશ્મીર મુદ્દા પર જ છે. સંકલ્પ પ્રસ્તુત કરૃ છું. અનુચ્છેક ૩૭૦(૧) સિવાય તમામ ખંડ રાષ્ટ્રપતિના અનુમોદન સિવાય ખત્મ થશે. શાહે કહ્યુ કે રાષ્ટ્રપતિના અનુમોદન બાદ અનુચ્છેક ૩૭૦ના તમામ ખંડ લાગુ થશે નહિં. એટલે સરકારે જમ્મુ કાશ્મીરથી અનુચ્છેદ ૩૭૦ હટાવવાની ભલામણ કરી દીધી છે.  ગૃહમંત્રી અમિત શાહે અનુચ્છેદ ૩૭૦ (૧) સિવાય અનુચ્છેદ ૩૭૦ના તમામ ખંડ હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો  અમિતભાઇ શાહે ખરડો રજુ કરતા કહ્યુ હતું કે લડાખના લોકોની લાંબા સમયની માંગણી હતી કે તેમને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે  તેમણે કહેલ કે લડાખ કેન્દ્રશાસિત પ્રાંત બનશે અને તેમાં ધારાસભા નહીં રહે : અમિતભાઇએ વધુમાં કહેલ કે ક્રોસ બોર્ડર ટેરરીઝમના સંદર્ભે જમ્મુ અને કાશ્મીરને અલગના રાજ્યમાં તબદીલ કરવામાં આવેલ.

Related posts

પિત્ઝા-બર્ગરની હોમ ડિલિવરી થઇ શકે તો રાશન નહિ… કેમ નહિ? : કેજરીવાલ આગ બબૂલા…

Charotar Sandesh

અનંતનાગમાં તમામ સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા આદેશ…

Charotar Sandesh

કોરોના એક્ટિવ કેસનો આંકડો ૫,૫૨,૫૬૬ને પાર, રિકવરી રેટ ૯૪.૧ ટકા…

Charotar Sandesh