Charotar Sandesh
ઈન્ડિયા

મુંબઇ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળીઃ વાયુસેનાનું વિમાન રન-વેથી આગળ નીકળી ગયુ

મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડયન એરફોર્સનું છદ્ગ-૩૨ માલવાહર વિમાન મંગળવાર મોડી રાત્રે ડિપાર્ચ કરતા સમયે રનવેથી આગળ નીકળી ગયું. આ અકસ્માતમાં કોઇ પણ ઘાયલ થયાના સમાચાર નથી. વિમાન અકસ્માત બાદ મુંબઇ એરપોર્ટને થોડાંક સમય માટે બંધ કરી દેવાયું, તેના લીધે પેસેન્જર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
એરપોર્ટના અધિકારીએ તેની પુષ્ટ કરી છે. તેમણે  કે અમે એ વાતની પુષ્ટ કરીએ છીએ કે એરફોર્સનું વિમાન રાત્રે ૧૧ વાગ્યે ૩૯ મિનિટ પર રનવે છોડીને આગળ નીકળી ગયું. આપને જણાવી દઇએ કે આ વિમાન કર્ણાટકના બેંગલુરૂની પાસે યેલાહાંકા એરફોર્સ એરપોર્ટ માટે જઇ  હતું. આ દુર્ઘટનામાં કોઇ ઘાયલના સમાચાર નથી.
એરપોર્ટના સૂત્રો એ  કે એએન-૩૨ વિમાન મુંબઇ એરપોર્ટના રનવે નંબર ૨૭ પર જતું . આ રનવે અત્યારે સેવામાં નથી. આ ઘટના બાદ એએન-૩૨નું રનવે બંધ કરી દેવાયું. જા કે બીજા રનવે કામ કરી રહ્યાં હતા. રનવે બંધ થતાં પેસેન્જર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એરપોર્ટ પર લાંબી લાઇનો લગાવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકોએ Âટ્‌વટ કરીને ફરિયાદ કરી છે.

Related posts

લગ્નનું વચન આપી ‘સંબંધ’ બાંધવો હંમેશા રેપ નથીઃ દિલ્હી હાઇકોર્ટનો મહત્વનો ફેંસલો…

Charotar Sandesh

ભારત ૪૦થી વધુ દેશોને હથિયાર નિકાસ કરે છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

આઝાદી બાદ પ્રથમ વખત મહિલાને ફાંસી આપવામાં આવશે…

Charotar Sandesh