Charotar Sandesh
સ્પોર્ટ્સ

રોહિતની ડબલ સેન્ચ્યુરી : દ.આફ્રિકા બેકફૂટ પર, નવ રને ૨ વિકેટ

ભારતે ૪૯૭ રને દાવ ડિક્લેર કર્યો, દ.આફ્રિકા હજુ ૪૮૮ રન પાછળ…

અજિંક્ય રહાણેએ ત્રણ વર્ષ પછી ભારતમાં સદી ફટકારી, ૧૧૫ રને આઉટ, જાડેજાએ ૫૧ રનની ઇનિંગ્સ રમી, લિન્ડેએ ૪ વિકેટ ઝડપી…

રાંચી : રોહિત શર્માની બેવડી સદી (૨૧૨) અને અજિંક્ય રહાણેની સદી (૧૧૫)ની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ભારતના ૪૯૭ રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના અંતે ૨ વિકેટ ગુમાવી ૯ રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકા હજુ ૪૮૮ રન પાછળ છે અને તેની ૮ વિકેટો બાકી છે. દિવસના અંતે હમઝા ૦૦ અને પ્લેસિસ ૦૧ રને રમતમાં છે. ઝાંખા પ્રકાશના કારણે મેચ વહેલી બંધ કરવી પડી હતી.
મોહમ્મદ શમીએ બીજા જ બોલે એલ્ગર (૦૦)ને આઉટ કરીને ભારતને સફળતા અપાવી હતી. આ પછી ઉમેશ યાદવે ડી કોકને ૪ રને આઉટ કરી બીજી સફળતા અપાવી હતી. દક્ષિણ આફ્રિકાએ ૮ રનમાં ૨ વિકેટ ગુમાવી દીધી હતી.
રોહિત શર્માની બેવડી સદી (૨૧૨) અને અજિંક્ય રહાણેની સદી (૧૧૫)ની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં પ્રથમ દાવ ૯ વિકેટે ૪૯૭ રન બનાવી ડિકલેર કર્યો હતો. ભારતે બીજા દિવસે ૩ વિકેટે ૨૨૪ રનથી દિવસનો પ્રારંભ કર્યો હતો. રોહિત અને રહાણેએ શાનદાર બેટિંગ જારી રાખી હતી. રોહિતે ૨૪૯ બોલમાં ૨૮ ફોર અને ૫ સિક્સર સાથે ૨૦૦ રન પૂરા કર્યા હતા.
રોહિતે ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ બેવડી સદી ફટકારી હતી. બીજી તરફ રહાણેએ ૧૬૯ બોલમાં ૧૪ ફોર અને ૧ સિક્સર સાથે ૧૦૦ રન બનાવ્યા હતા. રોહિત ૨૧૨ અને રહાણે ૧૧૫ રને આઉટ થયા હતા. બંનેએ ચોથી વિકેટ માટે ૨૬૭ રનની ભાગીદારી નોંધાવી હતી.
જાડેજાએ ૫૧ અને ઉમેશ યાદવે ૧૦ બોલમાં ૫ સિક્સર સાથે ૩૧ રન બનાવી ભારતનો સ્કોર ૪૯૭ રને પહોંચાડ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી લિનડેએ સૌથી વધારે ૪ વિકેટ ઝડપી હતી.

Related posts

ઈજાગ્રસ્ત વિજય શંકર વર્લ્ડકપમાંથી બહાર, મયંક અગ્રવાલનો સમાવેશ

Charotar Sandesh

ઈન્ડિયા સારી ટીમ, ધવનનાં બહાર થવાથી ફેર નહીં પડે : ગાંગુલી

Charotar Sandesh

આઈપીએલ હવે ૧૫ એપ્રિલથી રમાશે….!!, “જો અને તો”ની અટકળો વચ્ચે તારિખો થઇ જાહેર…

Charotar Sandesh