Charotar Sandesh
સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આ બે આસન

લિવર આપણા શરીરનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગ છે. સ્વસ્થ લિવર એ સારા સ્વાસ્થ્યની નિશાની કહેવાય છે. આપણી ખરાબ આદતો, જેવી કે વધુ પડતું તીખું-તળેલું ખાવુ, એક્સરસાઈઝ ન કરવી, જરૂરિયાત કરતા વધુ ધૂમ્રપાન કરવું અને દારૂ પીવા જેવી ખરાબ આદતો લિવરને નુકસાન પહોંચાડે છે. તેના પર પ્રશર વધવાથી તે યોગ્યરીતે ખરાબ તત્વોને બહાર નથી કાઢી શકતું. લિવરનું સ્વાસ્થ્ય સારું રાખવામાં બે યોગાસનો સૌથી વધુ મદદ કરે છે. તો તમે પણ તેના વિશે જાણી લો અને આજથી તમારા લિવરને સ્વસ્થ બનાવવા માટે તે યોગાસનો શરૂ કરો.

સુપ્ત મત્સ્યેન્દ્રાસન

સુપ્ત મત્સ્યેન્દ્રાસન લિવરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. સાથે જ તે પીઠની નીચેના ભાગ, થાઈસ અને કરોડરજ્જુમાં થતા દુઃખાવાથી પણ છુટકારો અપાવે છે. આંતરિક અંગોની માલિશ કરે છે અને પેટની માંસપેશિઓને મજબૂત બનાવે છે.

કરવાની રીત

જમીન પર પીઠના ભાગે સૂઈ જાઓ. બંને હાથને ખભાની લાઈનમાં સીધા ફેલાવી દો. હવે ડાબા પગને ઘૂંટણમાંથી વાળો. તેને ઉપરની તરફ ઉંચકી લો અને જમણા પગને ડાબા ઘૂંટણ પરથી લઈ જઈને જમીન પર ટેકવી દો. હવે ડાબા હાથને જમણા ઘૂંટણ પર મુકી તેને પગને ટ્વિસ્ટ કરો. માથાને બંને તરફ ફેરવો. આ સ્થિતિમાં જેટલી વાર સુધી રહી શકો તેટલીવાર રહો. પછી ધીમે-ધીમે મૂળ સ્થિતિમાં પાછા ફરો અને પછી બીજી તરફ આ આસનને રીપિટ કરો.

Related posts

દવા લીધા વિના માથાનો દુખાવો 2 મીનીટમાં સારો કરી દેશે, જાણો, શું છે રામબાણ ઇલાજ…

Charotar Sandesh

ઝડપથી વજન ઘટી રહ્યું હોય તો સાવધાન થઇ જાઓ…..

Charotar Sandesh

શરદી થવા પર અજમાવો આ ૬ જબરદસ્ત ઉપાય, તુરંત ખુલી જશે બંધ થયેલું નાક…

Charotar Sandesh