Charotar Sandesh
ગુજરાત

વન્યજીવોના અવશેષો વેચતા ત્રણ ઝડપાયા

મોરબીના ગ્રીનચોકમાં ગેરકાયદે ગણાતા હાથાજાડી અને ઈન્દ્રજાડ વેચતા ત્રણ વેપારીઓને ફોરેસ્ટ વિભાગની ટીમે પકડી પાડ્યા છે.
મોરબીના ગ્રીનચોકમાં ગેરકાયદે ગણાતા હાથાજાડી અને ઈન્દ્રજાડ વેચતા ત્રણ વેપારીઓને ફોરેસ્ટ વિભાગની ટીમે પકડી પાડ્યા છે. હાલ આ વેપારીઓને કોર્ટ હવાલે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વન્યજીવોના અવશેષો વેંચતા ત્રણ વેપારીઓ ધીમંત જન્મશંકર દવે, રાજેશ મનહર મહેતા અને આશિષ પ્રમોદરાય શુકલને ફોરેસ્ટ વિભાગની ટીમે પકડી પાડ્યા છે. આ ત્રણેય વેપારીઓ હાથાજાડી અને ઇન્દ્રજાડનું વેચાણ કરતા હતા. ફોરેસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર હાથા જાડીએ ચંદન ઘોના શરીરનો એક અવશેષ છે. જેની પૂજા કરવાથી ધન લાભ થાય તેવી માન્યતા છે. જ્યારે ઇન્દ્રજાડ દરિયામાં થતું એક જીવ છે. ઇન્દ્રજાડને પણ મંદિરમા રાખવાથી લાભ થાય તેવી અંધશ્રદ્ધા ફેલાયેલી છે.
આ બન્ને વસ્તુઓ વનયજીવોના અવશેષો છે. જેના વેચાણ ઉપર કે સંગ્રહ ઉપર પ્રતિબંધ છે. તેમ છતાં આ ત્રણેય વેપારીઓ તેનું વેચાણ કરતા હતા.

Related posts

બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે : સરકારનો મહત્વનો નિર્ણય…

Charotar Sandesh

સુરત : ફાયરના અધિકારીઓ હાંફ્યા, ત્રણ દિવસમાં ૧૨૭ ઓનલાઈન ફરિયાદો નોંધાઈ

Charotar Sandesh

વડોદરા શહેરમાં ૯૭.૫૬ ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો

Charotar Sandesh