Charotar Sandesh
ગુજરાત

વરિયાળીનો ભાવ તળિયે જતાં ખેડૂતો વિફર્યા, હાઈવે પર ચક્કાજામ કર્યો

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માત્ર બે જ દિવસમાં વરિયાળીનો રૂ. ૪૦૦નો ઘટાડો થતાં ખેડૂતોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો. જેને પગલે હજાર આસપાસ ખેડૂતોએ હળવદ – માળિયા હાઈવે ચક્કાજામ કરી દીધો હતો. જેના પગલે વાહનોની બેથી ત્રણ કિ.મી.ની લાંબી કતારો લાગી હતી.
પાક વીમાના પ્રશ્ને લડતા ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યું હોય તેમ તેઓની વિવિધ જણસોના યોગ્ય ભાવ પણ મળતા નથી. તેના કારણે ખેડૂતોમાં ભારે નિરાશા પ્રસરી જવા પામી છે. ત્યારે બે દિવસ પૂર્વે હળવદ માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીનો ભાવ ૧૩૫૦થી ૧૪૦૦ બોલાતો હતો. જે આજે અચાનક ભાવ ગગડી જતા અને માત્ર રૂ. ૯૦૦નો ભાવ બોલાતા ખેડૂતોમાં ભારે રોષ ભરાયા હતા.
ખેડૂતોએ હળવદ – માળિયા હાઈવે પર ચક્કાજામ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જેને પગલે હળવદ હાઈવે પર વાહનોના કતારો લાગી હતી. એકાદ કલાક હાઈવે ચક્કાજામ થતાં પોલીસે સમજાવટ કરી હાઈવે ખુલ્લો કરાવ્યો હતો. જા કે, ખેડૂતોએ વરિયાળીની હરાજી અટકાવી દીધી હતી અને ખેડૂતોને પૂરતો ભાવ મળે તેવી માંગ કરી છે.

Related posts

Election : આજે કતલની રાત : મતદારોને રીઝવવા લગાવાશે એડીચોટીનું જોર, કાર્યકરોને સોંપાશે ખાસ હોમવર્ક

Charotar Sandesh

વડાપ્રધાને ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ અને અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી મુસાફરી કરી

Charotar Sandesh

સીઆર પાટીલની દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે પસંદગી કરાઈ…

Charotar Sandesh