Charotar Sandesh
ઈન્ડિયા

શાંતિ દરેક પ્રશ્નોના જવાબ આપવાનું સામર્થ્ય ધરાવે છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાને મન કી બાત થકી દેશવાસીઓને સંબોધ્યાઃ હિંસા કોઇ સમસ્યાનું સમાધાન નથી…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે હિંસા કરવાથી ક્યારેય કોઈ સમસ્યાનું સમાધાવાનું સાન નથી નિકળતું. શાંતિ જ દરેક પ્રશ્નોના જવાબ આપવાનું સામર્થ્ય ધરાવતી હોય છે. શાંતિ એ દરેક પ્રશ્નના જવાબનો આઘાર હોવી જોઈએ. તેમણે લોકોને અપીલ કરી કે એકતા જાળવીને દરેક સમસ્યાઓના સમાધાન મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેવી જ રીતે ભાઈચારાથી દેશના વિભાજન અને ભાગલા કરવાની નાપાક કોશિશોને નિષ્ફળ કરવી જોઈએ.
આકાશવાણી પર પ્રસારિત મનકી બાદ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ કે જે જ્ઞાન-વિજ્ઞાન અને લોક-તંત્રનો યુગ છે. શું તમે ક્યારેય એવી કોઈ જગ્યા વિશે સાંભળ્યું છે કે જ્યાં હિંસા કર્યા બાદ લોકોનું જન-જીવન સુધર્યું હોય. શું તમે ક્યારેય એવી કોઈ જગ્યા વિશે સાંબળ્યું કે જ્યાં શાંતિ અને સદ્ભાવ લોકોના જીવન માટે મુસીબત બન્યા હોય.
વડાપ્રધાને ગણતંત્ર દિવસ નિમિત્તે કાર્યક્રમના સમયમાં ફેરફાર કરીને સવારે ૧૧ વાગ્યાની જગ્યાએ સાંજે છ વાગ્યાનો રાખ્યો હતો. આ કાર્યક્રમ ૨૦૨૦ના આ નવા વર્ષમાં તેમનો પહેલો કાર્યક્રમ હતો. મોદીએ મન કી બાત કાર્યક્રમનું સંબોધન કરતા કહ્યું કે સમય બદલાય છે, દિવસ બદલાય છે, વર્ષ બદલાય છે પણ ભારતના લોકોનો ઉત્સાહ અને ઉમંગમાં ક્યારેય ઘટાડો જોવા મળ્યો નથી, તે તો દિવસેને દિવસે વધી રહ્યો છે. તેમજ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના પણ વધુને વધુ મજબૂત થઈ રહી છે.
વડાપ્રધાને કાર્યક્રમમાં કહ્યું કે મન કી બાત લર્નિંગ, શેરિંગનું સારું પ્લેટફોર્મ બની ગયું છે. મન કી બાત, શેરીંગ, લર્નિંગ અને ગ્રોઇંગ ટુગેધરનું એક સહજ પ્લેટફોર્મ બની ગયું છે. દર મહિને લોકો તેમના સૂચન શેર કરે છે. તેના પર અમને ચર્ચા અને કામ કરવાનો મોકો મળે છે.
તેમણે કહ્યું કે, આજે ગણતંત્રનાં દિવેસ મને ગગનયાન વિશે જણાવતા આનંદ થઈ રહ્યો છે. ૨૦૨૨માં આપણી આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે અવસર પર આપણે ભારતવાસીઓને અંતરિક્ષમાં લઇ જવાનો સંકલ્પ પૂર્ણ કરવાનો રહેશે. આ મિશનમાં અંતરિક્ષ યાત્રી માટે ૪ યુવાઓની પસંદગી થઈ ગઈ છે. આ ચારેય વાયુસેનાનાં પાયલટ છે. આપણા આ ચારેય મિત્ર ટ્રેનિંગ માટે રશિયા જવાના છે. તેમને એક વર્ષથી વધારે સમય સુધી ટ્રેનિંગ આપવામાં આવશે.

Related posts

સતત બીજા દિવસે દેશમાં કોરોનાના ૯૦ હજારથી વધુ પોઝિટિવ કેસ, ૧૦૧૬ના મોત…

Charotar Sandesh

હરિયાણામાં કિસાનો પર લાઠીચાર્જ : પોલીસે ટીયર ગેસ છોડ્યા…

Charotar Sandesh

ભારતની કોવેક્સિનને WHO દ્વારા જલ્દી અપ્રૂવલ મળે તેવી શક્યતા…

Charotar Sandesh