Charotar Sandesh
બોલિવૂડ

‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ નો ફર્સ્ટ લુક રિલીઝ…

મુંબઈ : ‘બાલા’ જેવી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે જ ફિલ્મની નવી રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આયુષ્માન ખુરાના તથા ભૂમિ પેડનેકરની ફિલ્મ ’શુભ મંગલ સાવધાન’ ૨૦૧૭માં આવી હતી.
પોસ્ટરમાં આયુષ્માન ખુરાના આગળ ભાગે છે અને તેની પાછળ જાનૈયાઓ દોડતા જોવા મળે છે. ફિલ્મની પૂરી ટીમે આ પોસ્ટર રિલીઝ કર્યું છે. આયુષ્માને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે આ ફિલ્મ હવે ૨૧ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. પહેલાં આ ફિલ્મ ૧૩ માર્ચ, ૨૦૨૦મા રિલીઝ થવાની હતી. ફિલ્મના પ્રોડ્યૂસર ભૂષણ કુમારે કહ્યું હતું કે ૨૧ ફેબ્રુઆરીએ પહેલાં અનુરાગ બાસુની મલ્ટી સ્ટારર ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ હવે તેમની ફિલ્મ ૧૩ માર્ચે રિલીઝ થશે અને ૨૧ ફેબ્રુઆરી ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ રિલીઝ થશે.
આ ફિલ્મ વારાણસીનમાં રહેતા બે સમલૈંગિક યુવકોના પ્રેમ પર આધારિત છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના તથા જીતેન્દ્ર એકબીજાના લવ ઈન્ટરેસ્ટ બન્યા છે. આયુષ્માન પહેલી જ વાર ‘ગે’ના રોલમાં જોવા મળશે. જીતેન્દ્ર આ પહેલાં ઘણાં વેબ શોમાં જોવા મળી ચૂક્યો છે.

Related posts

Bollywood : સોનૂ સૂદ આઈએએસની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને અપાવશે ફ્રી કોચિંગ…

Charotar Sandesh

સલમાન ખાને રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇની રિલીઝ ડેટ જાહેર કરી…

Charotar Sandesh

આર્થિક તંગીનાં કારણે મેં અંદાઝ અને હીર રાંઝા જેવી ફિલ્મો કરી હતીઃ અનિલ કપૂર

Charotar Sandesh