Charotar Sandesh
શૈક્ષણિક સમાચાર

શ્રી જે.એમ.પટેલ આર્ટસ કોલેજમાં મહેંદી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું

આણંદ,
મહેંદીનો પ્રાચીનકાળથી ઈતિહાસ અનેરો રહયો છે, ત્યારે ગૌરીવ્રત નિમિતે વિદ્યાર્થીનીઓમાં કલારુચિ ઉજાગર થાય તે હેતુને ધ્યાનમાં રાખી શ્રી જે.એમ.પટેલ આર્ટસ કોલેજમાં મહેંદી હરિફાઈનું આયોજન કોલેજના આચાર્ય ડો.યુનુસ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ આ મહેંદી હરિફાઈને યાદગાર બનાવી હતી.
હરિફાઈમાં પ્રથમ ક્રમે ગામીત રોશની, દ્વિતિય ક્રમે યશ્વી પટેલ, તૃતીય ક્રમે રોમા વાઘેલાએ પોતાનો દબદબો જાળવી રાખી પોતાનું કૌટિલ્ય બતાવી સૌને મંત્રમૂગ્ધ કર્યા હતાં. સંસ્થાના પ્રમુખશ્રી બિપીનચંદ્ર.પી.પટેલ (વકીલ) એ મહેંદીને પ્રેમનું એક મહત્વનું પ્રતિક ગણાવી, મહેંદી એ શૃંગાર છે કે જે શાયરો એ મહેંદીને આશિક નું રકત ગણાવી આશિક પોતે હાજર ન હોય પણ તેની યાદ મહેંદી ધ્વારા તાજી થાય છે તેવો પોતાનો વિચાર વ્યકત કરી મહેંદી હરિફાઈને બિરદાવી હતી. આ હરિફાઈનો આખરી ઓપ એટલે કે નિર્ણય નિર્ણાયક તરીકે દિપ્તીબેન મેકવાને આપ્યો હતો.
હરિફાઈના સુંદર આયોજન બદલ સંસ્થાના સીઈઓ પાર્થ.બી.પટેલ, રજીસ્ટ્રાર ઈશિતા.પી.પટેલ, એડમિન વિભાગના યુગમાબેન પટેલ તથા કોલેજના આચાર્ય ડો.યુનુસ ચૌહાણ તથા સ્ટાફમિત્રોએ હરિફાઈમાં વિજેતા થયેલ બહેનોને અભિનંદન પાઠવી શુભેચ્છા વ્યકત કરી હતી.

Related posts

ધોરણ ૧૨ના પરિણામ અંગે જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ખાસ નોંધ…

Charotar Sandesh

લોકડાઉન દરમ્યાન પ્રગતિ ઈન્ટરનેશલ સ્કુુલના શિક્ષકો દ્વારા અપાતું ઓનલાઈન શિક્ષણ…

Charotar Sandesh

નાવલી પ્રાથમિક કન્યા શાળા ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh