Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ઈન્ટરેસ્ટિંગ ઈન્ડિયા ગુજરાત

“સરકારના વિવિધ વિભાગો સામે ઓનલાઇન ફરીયાદ કરી શકાય છે…” જાણો… તમને કામ આવશે…

  • ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સીધી દેખરેખ હેઠળ ભારત સરકાર દ્વારા ઓનલાઇન ગ્રીવન્સ ફોરમ સંદર્ભે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે…
  • દોડધામવાળી જીંદગી તથા સમયના અભાવમાં આશીર્વાદરૂપ પોર્ટલ.

ભારતમાં જેમ જેમ વસ્તી, શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને વિકાસ પ્રત્યેની દોટ સહિતના પરિબળો સતત વધતા જાય છે ત્યારે લોકોની સરકાર પાસેની અપેક્ષા પણ વધતી જાય છે. સાથે સાથે લોકોના  પ્રશ્નો અને તેના સંતોષકારક જવાબો તથા સાચા-ખોટા આક્ષેપોને લઇને પણ સરકારના વિવિધ વિભાગો એક યા બીજી રીતે સતત ચર્ચામાં રહેતા હોય છે. આ બધી બાબતો વચ્ચે લોકોના સાચા અને વ્યવહારિક પ્રશ્નોનું (જેન્યુઇન કમ્પ્લેઇન) યોગ્ય અને સમયસર નિરાકરણ આવી જાય તે માટે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સીધી દેખરેખ હેઠળ ભારત સરકાર દ્વારા ઓનલાઇન ગ્રીવન્સ ફોરમ સંદર્ભે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે.

મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ પબ્લિક ગ્રીવન્સીઝ એન્ડ પેન્શન્સ (ડીપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટીવ રીફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સીઝ) હેઠળ આવતા http://www.pgportal.gov.in પોર્ટલ ખોલીને સૌપ્રથમ તેમાં લાલ કલરથી લખેલ ઓપ્શન ‘click here to sign up’  ઉપર કલીક કરવાથી રજીસ્ટ્રેશન ફોર્મ ખૂલશે. આ ફોર્મમાં માંગેલી બેઝીક ઇન્ફર્મેશન ભરીને સબમીટ કરવાથી રજીસ્ટર્ડ કરાવેલ મોબાઇલ નંબર ઉપર OTP (વન ટાઇમ પાસવર્ડ) આવશ.ે તેનો ઉપયોગ કરવાથી આગળ આગળ જઇ શકાય છે. ફરીયાદ રજીસ્ટર્ડ થઇ ગયા બાદ એક યુનિક રજીસ્ટ્રેશન નંબર પણ જનરેટ થશે. આ નંબર ઉપરથી લોકો પોતાની ફરીયાદનું સ્ટેટસ (અપડેટ)જાણી શકે છે.

  • પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થયે અરજદારને પણ  મેઇલ/ મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે.

આ તમામ પ્રોસીજર પુરી થયા પછી પોર્ટલ ખોલતા જ સૌપ્રથમ સામે આવતી વિગતો ભરવાની હોય છે. આ  વિગતો ભરીને લોગ-ઇન થવાનું હોય છે. આ વિગતોમાં (૧) ભાષા પસંદ કરવી(અંગ્રેજી/હિન્દી) (ર) મોબાઇલ નં./આઇડી/યુઝરનેમ (૩) પાસવર્ડ (૪) સિકયુરીટી કોડ (જે ઉપર લખેલો જ હશે)(પ) લોગ-ઇન, સહિતની વિગતો હોય છે. સેન્ટ્રલાઇઝડ કનિદૈ લાકિઅ પબ્લિક ગ્રીવન્સ રીડ્રેસ એન્ડ મોનિટરીંગ સિસ્ટમ (CPGRAMS) અંતર્ગત સરકારના વિવિધ વિભાગો અને ઓફીસો સાથે કામ સબબ સંપર્કમાં આવતા લોકો પોતાને કનડતા પ્રશ્નોની ફરીયાદ આ પોર્ટલ ઉપર કરી શકે છે.

કઇ બાબતોની ફરીયાદ નથી થઇ શકતી ?

(૧) કોર્ટમાં કોઇ મેટર ચાલતી હોય કે જે ચુકાદાને આધીન હોય-સબજયુડીસ (ર) અંગત અને કૌટુંબિક ઝગડાઓ (૩) RTI (રાઇટ ટુ ઇન્ફર્મેશન) હેઠળ માંગેલ માહિતીના કેસો (૪) દેશની એકતા-અખંડિતતા તથા અન્ય દેશો સાથેનાં મૈત્રી સંબંધો ઉપર અસર કરતી બાબતો. (પ) નાગરીકો તરફથી મળેલા  સૂચનો  http://www.pgportal.gov.in ઉપર જઇને ‘જેન્યુઇન કમ્પ્લેઇન’ રજીસ્ટર્ડ થઇ શકે છે.

 

Related posts

પેટ્રોલ-ડિઝલની કિંમત નક્કી કરવામાં સરકારની કોઇ ભૂમિકા નથી : નિર્મલા સીતારમણ

Charotar Sandesh

અનંતનાગમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા…

Charotar Sandesh

૨૪ કલાકમાં રાજ્યમાં એક પણ પોઝિટિવ કેસ નહિ : ૪-૫ દિવસ અતિ મહત્ત્વના…

Charotar Sandesh