Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત ટિપ્સ અને કરામત હેલ્થ

સરગવામાંથી કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારી દુર કરતા તત્ત્વો મળ્યાં : જૂનાગઢના કૃષિ યુનિ.માં સંશોધન

સરગવામાં લીંબુ-સંતરા કરતા સાત ગણું વિટામીન સી !

જૂનાગઢ કૃષિ યુનિ.ની ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીમાં ત્રણ વર્ષથી સરગવા પર સંશોધન ચાલી રહ્યું હતું. આ સંશોધન દરમ્યાન સરગવાની સીંગમાંથી કેન્સર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારી દુર કરવામાં મદદરૂપ તત્ત્વો મળ્યા હતા. આ ઉપરાંત સરગવાના પાવડરથી દૂષિત પાણી પીવાલાયક બન્યાનું અને તેમાં બેક્ટેરીયા પણ ઓછા થયાનું સામે આવ્યું છે.

જૂનાગઢ કૃષિ યુનિ.ના બાયોટેક્‌નોલોજી વિભાગના ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીમાં છેલ્લા ત્રણ વર્ષથી સરગવાની સીંગ તેના પાંદડા, મૂળ, ડાળી અને છાલ પર સંશોધન કરવામાં આવી રહ્યું હતું. જેમાં સરગવાની છાલ તથા બીમાંથી પાવડર બનાવવામાં આવ્યો હતો. તે પાવડરમાં આશ્ચર્યજનક ગુણ મળ્યા હતા. આ પાવડરમાં માણસોને રોગ કરતા જીવાણું છે તે અટકાવતા તત્ત્વો મળ્યા હતા. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓને સ્યુગર લેવલ ઓછું કરે, કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે તેવા તેમજ સ્તન કેન્સરના સેલનો વિકાસ અટકાવી રોગ પ્રતિકારક શક્તિ વધારતા તત્ત્વો જોવા મળ્યા હતા.

આ અંગે લેબોરેટરીના આસિ. પ્રોફેસર ડૉ. શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું કે સરગવા પર ત્રણ વર્ષના સંશોધન દરમ્યાન સરગવાના બીના પાવડરમાંથી માણસને રોગ કરતા જીવાણું છે તેને અટકાવવા સારા પરિણામ આવ્યા છે.
આમ કુદરતી રીતે મળતા ગુણકારી સરગવામાં ગંભીર બીમારીઓને દુર કરવામાં મદદરૂપ તત્ત્વો હોવાનું વૈજ્ઞાનિક રીતે પૂરવાર થયું છે. ત્યારે લોકો સરગવાનો ઉપયોગ કરી ગંભીર બીમારીનો ભાગે બનતા અટકી શકે છે.

Related posts

વ્હોટ્‌સએપ વિડીયો કોલમાં ‘ખરાબ કામ’ કરાવ્યા બાદ વાયરલ કરવા યુવતીની ધમકી…

Charotar Sandesh

અજાણી બિમારીથી પીડિત યુવકે પીએમને પત્ર લખી કરી ઈચ્છામૃત્યુની માંગ

Charotar Sandesh

૩૧ ઓક્ટોબર સુધીમાં વાલીઓ બાકીના ૬ માસની ફી ભરે તો જ ૨૫ ટકા માફી આપીશું : એઓપીએસ

Charotar Sandesh