Charotar Sandesh
બોલિવૂડ

સિદ્ધાર્થ-પરિણીતીની ’જબરિયા જોડી’ ૨ ઓગસ્ટે રિલીઝ થશે

  • અક્ષય કુમારની ’મિશન મંગલ’ ૯ ઓગસ્ટે રિલીઝ થશે

મુંબઈ,
બોલિવૂડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા તથા પરિણીતી ચોપરાની ફિલ્મ ’જબરિયા જોડી’ની રિલીઝ ડેટ ચેન્જ કરવામાં આવી છે. આ ફિલ્મ પહેલાં ૧૭ મેના રોજ રિલીઝ થવાની હતી. જોકે, આ દિવસે અજય દેવગનની ’દે દે પ્યાર દે’ રિલીઝ થવાની હોવાથી ડેટ ચેન્જ કરીને ૧૨ જુલાઈ નક્કી કરવામાં આવી હતી. જોકે, હવે ૧૨ જુલાઈએ ’સુપર ૩૦’ રિલીઝ થવાની છે. તેથી હવે ’જબરિયા જોડી’ ૨ ઓગસ્ટે રિલીઝ થશે. અક્ષય કુમારની ’મિશન મંગલ’ની પણ ડેટ ચેન્જ થઈ છે અને હવે આ ફિલ્મ ૯ ઓગસ્ટે રિલીઝ થવાની છે.
’જબરિયા જોડી’ ફિલ્મ બિહાર પર આધારિત છે. બિહારમાં જબરજસ્તીથી યુવકનું અપહરણ કરીને જબરજસ્તથી લગ્ન કરાવવામાં આવતા હોવાના અનેક બનાવ બને છે. આના પર ’જબરિયા જોડી’ બનાવવમાં આવી છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા બિહારી યુવકના રોલમાં છે. તેણે પટનામાં જે રીતે હિંદી બોલવામાં આવે છે, તે શીખવા માટે ખાસ પ્રેક્ટિસ કરી હતી.

Related posts

રજનીકાંતની ફિલ્મ અન્નાત્થે દિવાળી પર રિલીઝ થવાની

Charotar Sandesh

ઉદ્ધવની ડ્રગ કોમેન્ટ પર ભડકી કંગના, કહ્યું – ગંદી રાજનીતિ કરી રહ્યા છો, શરમ આવવી જોઇએ…

Charotar Sandesh

વરુણ ધવને ‘કુલી નંબર ૧’નું નવું પોસ્ટર શૅર કર્યું…

Charotar Sandesh