Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ગુજરાત ચરોતર

૨૫૦ પેટી વિદેશી દારૂ સહિત કુલ ૧૭.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરતી સ્ટેટ મોનિટરીંગ સેલ…

પીએસઆઇ સંજયદાન ગઢવીને ચોક્કસ બાતમી મળી હતી કે એક આઇશર ગાડીમાં વિદેશી દારૂ ભરેલ છે અને તે પસાર થનાર છે..!

રાજય ના મોનિટરિંગ સેલના બાહોશ,પ્રામાણિક, કાર્યક્ષમ અધિક પોલીસ મહાનિરીક્ષક સુશ્રી નિરજા ગોટરુ રાવ દ્વારા સેલ ને રાજ્ય માં અસામાજિક પ્રવૃતિઓ ઉપર લગામ કસવા અસરકારક પેટ્રોલિંગ કરી ખાસકર અન્ય રાજ્યોમાંથી ગુજરાત માં ઠલવાતા વિદેશી દારૂ ની હેરાફેરી, સંગ્રહ, વેચાણ સામે તકેદારી રાખી આ દુષણ ને ડામવા કડક કાર્યવાહી કરવાની સૂચના અને માર્ગદર્શન આપેલ !

જે અન્વયે મોનિટરિંગ સેલ ના ખંતીલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એ. ગઢવી સ્ટાફ ના પોલીસકર્મીઓ મનીષભાઈ, નવનીતભાઈ, નરવતસિંહ સાથે વડોદરા સીટી વિસ્તાર ના છાણી પોલીસ મથક હદ વિસ્તાર માં આવતા અમદાવાદ -વડોદરા નેશનલ હાઇવે નં.૮ છાણી સીમ માં પેટ્રોલિંગ માં હતા દરમ્યાન સેલ ના પીએસઆઇ એસ.એ.ગઢવી ને ચોક્કસ બાતમી મળી હતી કે એક આઇશર ગાડી માં વિદેશી દારૂ ભરેલ છે અને તે પસાર થનાર છે!

બાતમી મળતા સેલ સતર્ક થઇ વોચ માં ગોઠવાઈ ગયેલ અને આરોપીઓ કોઈ પણ રીતે છટકી ના જાય તેની ખાસ સૂચના સ્ટાફ ને આપેલ ! સેલે પસાર થતી આઇસર ગાડીઓ પર ગુપ્ત નજર રાખેલ દરમ્યાન બાતમી વાળી આઇસર જી.જે.-૦૩,વાય.-૮૦૭૪ આવતા તેને એકાએક કોર્ડન કરી ઉભી કરાવી દેખતા પ્રથમ દૃષ્ટિએ તેમાં કેરેટ ભરેલ હતા ! જો કે,સેલે કેરેટ હટાવી તલાશી લેતા નીચે વિદેશી દારૂ ભરેલ હતું !તેથી સેલે તરત ડ્રાઈવર અને તેની સાથે ના ઈસમ ને ૨૫૦ પેટી વિદેશી દારૂ કિંમત ૧૧ લાખ ૯૯ હજાર ૨૦૦ તેમજ આઇસર ગાડી કિંમત ૫ લાખ, ૨ મોબાઇલ કિંમત ૩૫૦૦, ખાલી કેરેટ બોક્ષ નંગ ૧૦૦ કિંમત ૫ હજાર, રોકડા રૂપિયા ૫૨૩૦ મળી કુલ ૧૭,૧૨૯૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પ્રોહિબિશન નો ગણનાપાત્ર કેસ શોધી છાણી પોલીસ મથકે ગુજરાત પ્રોહિબિશન એક્ટ ની કલમ ૬૫-એ.ઇ,૮૧, ૮૩,૯૮(૨),૧૧૬ (બી) હેઠળ ગુનો નોંધાવી આરોપી (૧) શંકરલાલ રોડીલાલ ડાંગી,રહે.સાગવા રહટવાલા તા.માવલી જી.ઉદયપુર(રાજસ્થાન),(૨)સુરેશભાઈ વજેરામ પુરબીયા, રહે. ખેમલી સ્ટેશન,તા.માવલી,જી. ઉદયપુર (રાજસ્થાન) ની ધરપકડ કરી વોન્ટેડ આરોપી ભગવાનલાલ ડાંગી, રહે.જંજલા, તા.માવલી તેમજ દારૂ ગાડી નું પેટ્રોલિંગ કરનાર આરોપીઓ ને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે !

નોંધવું રહ્યું કે દારૂ ભરેલ ગાડી ની આગળ મળતિયાઓ દ્વારા બીજા વાહન માં પેટ્રોલિંગ કરી પોલીસ કે ચેકિંગ છે કે કેમ? તેની ખરાઈ કરી આવા ગેરકાયદેસર વાહનો ને પસાર કરાવવામાં આવે છે ! જો કે,ગુનેગારો ની મોડ્સ ઓપરેન્ડી થી વાકેફ ચબરાક અધિકારીઓ પોતે થાપ ખાવાના બદલે ગુનેગારો ના મનસૂબા પર પાણી ફેરવી મુદ્દામાલ સાથે આરોપીઓ ને આબાદ ઝડપી લેતા હોય છે !

આ વિદેશી દારૂ ભરેલ આઇશર નું પણ એક સિલ્વર કલર ની સેન્ટ્રો કાર જી.જે.-૦૬ બી.એ.૬૬૬૨ માં બેઠેલ ચાર ઈસમો પોલીસ ની આંખ માં ધૂળ નાંખી ગાડી પસાર કરાવાના હતા ! જો કે,સેલ ના પીએસઆઇ ગઢવી અને સ્ટાફ દ્વારા આગવી સુઝબુઝ થી દારૂ ની ગાડી ની વોચ રાખી સતર્કતા થી ઝડપી લેતા પેટ્રોલિંગ કરનાર મળતિયાઓ થાપ ખાઇ ગયા હતા અને વિદેશી દારૂ ની ટ્રક આરોપીઓ સાથે આબાદ ઝડપી સેલે અસરકારક અને નોંધનીય કામગીરી કરેલ !

Related posts

PM નરેન્દ્ર મોદીએ નવસારીના ખૂડવેલ ગામે રૂ. ૩૦પ૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા

Charotar Sandesh

આજે જિલ્લામાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : જિલ્લામાં કુલ ૮૦ પોઝીટીવ કેસ…

Charotar Sandesh

ખેડા બાદ કઠલાલ તાલુકા ભાજપના કાર્યકરોએ રાજીનામા આપી દેતા ખળભળાટ…

Charotar Sandesh