Charotar Sandesh
ઈન્ડિયા

૫૦ કરોડ આપો તો મોદીને મરાવી નાંખુઃ તેજબહાદુરનો વીડિયો વાયરલ

વારાણસથી લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી સામે ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવનાર બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુરનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક સવાલના જવાબમાં મોદીને ૫૦ કરોડ રુપિયાના બદલામાં મારી નાંખવાની ધમકી આપતા સંભળાય છે.
વિડિયોમાં એક વ્યÂક્ત તેમને આ સવાલ પૂછતો દેખાય છે. તેજબહાદુર જેના જવાબમાં કહે છે કે, તમે ૫૦ કરોડ રુપિયા આપો, મોદીને હું મરાવી નાંખીશ… તેના જવાબમાં એક અવાજ સંભળાય છે કે હિન્દુસ્તાનમાં તો કોઈનહી આપે પણ પાકિસ્તાનમાં કોઈ આપી દેશે..
વળતા જવાબમાં તેજ બહાદૂર કહે છે કે, હું દેશ સાથે ગદ્દારી નથી કરી શકતો. તેજબહાદુરનું કહેવુ છે કે, આ વિડિયો ૨૦૧૭નો છે. તે વખતે મારી ચૂંટણી લડવાની ઈચ્છા નહોતી. તે વખતે હું નશામાં હતો અને હવે આ વિડિયો મને બ્લેકમેલ કરવા માટે વાયરલ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, તેજબહાદુરને સપા અને બસપાના ઉમેદવાર તરીકે ઉતારાય હતા પણ તેમનુ ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યુ છે. તેજબહાદુરે બીએસએફમાં નોકરીકરતી વખતે ભોજનની હલકી ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા. એ પછી શિસ્તભંગના મામલામાં તેમને નોકરીમાંથી કાઢી મુકાયા હતા.

Related posts

AICTEનો નિર્ણયઃ ધો.૧૨માં મેથ્સ-ફિઝિક્સ નહિ હોય તો પણ મળશે એન્જીનીયરીંગમાં પ્રવેશ…

Charotar Sandesh

કોરોનાના નવા વેરિઅન્ટને પગલે વિદેશથી આવતી ફ્લાઈટો બંધ કરવા કેજરીવાલની માંગ

Charotar Sandesh

મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ગાજવીજ સાથે વરસાદ…

Charotar Sandesh