Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ ચરોતર ધર્મ સ્થાનિક સમાચાર

‘૫ સપ્ટેમ્બર’ : શિક્ષકની કૂખમાંથી રાષ્ટ્રનું નિર્માણ કરનાર રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન…

  • એક શિક્ષકથી રાષ્ટ્રપતિ સુધીની યાત્રા…

  • ડૉ. રાધાકૃષ્ણનને એકવાર કહ્યું હતું કે, ‘હું પહેલો શિક્ષક છું અને પછી રાષ્ટ્રપ્રમુખ છું…’

    સાચું શિક્ષણ એ નથી કે,
    જે માત્ર ‘સ્વ’ વિકાસ શીખવે,
    સાચું શિક્ષણ તો ‘સ્વ’ વિકાસની
    સાથે-સાથે સમાજ અને દેશ સેવા
    સાથે જોડાયેલું છે.
                            – અનિલ ચાવડા

વર્તમાન યુગમાં જો કોઈ યુવાનને તેના પિતાજી દ્વારા કહેવામાં આવે કે, દિકરા આપણી આર્થિક સ્થિતિ સાધારણ હોવાના કારણે, હું તને વધુ અભ્યાસ કરાવી શકું તેમ નથી, તો આજના સમયના યુવાનીયાઓ ખુશ થઈને ભણતરને અધ-વચ્ચે છોડી જ્યાં નોકરી-ધંધો મળે ત્યાં રૂપિયા કમાવવાની લ્હાયમાં જોડાઈ જાય. પણ જે યુવાનીયાનું લોહી જ સાચી કેળવણીને શિક્ષણ મેળવવા માટે શરીરમાં વહેતું હોય એ જુવાનીઓ કંઈક નોખી જ માટીનો બનેલો હતો. એ યુવાનના પિતાની સ્થિતિ અત્યંત સાધારણ હોવાના કારણે, તેના પિતા યુવાવસ્થાથી જ તેને મંદિરના પુજારી બનાવવા માંગતા હતા, પરંતુ એ નવજુવાનિયાનું ચિત્ત તો અભ્યાસ સાથે જોડાયેલું હતું. કોલેજ જીવનમાં પણ એ યુવાનને વાંચવાના પુસ્તકો ખરીદવાના ફાંફાં હતાં, ઉપરથી તેના પિતાનો પહેલેથી જ તેને ભણાવવાના પક્ષમાં ન હતા. આથી એણે નક્કી કર્યું કે જે પુસ્તકો મફતમાં મળે તે વિષય સાથે ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મેળવવો. સમય પણ જાણે તેની મદદ કરતો હોય, એમ તેના પિતરાઈ ભાઈએ તે જ સમયમાં ફિલોસોફી સાથે સ્નાતકને પ્રથમ વર્ષથી ગ્રેજ્યુેશનના પુસ્તકો મળી ગયા અને એ યુવાન ફિલોસોફી-તત્વજ્ઞાન વિષય સાથે સ્નાતક બનીને એક શિક્ષકમાંથી દેશના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ સુધીના શિખરો સર કર્યા.

એ યુવાન એટલે આજે આપણે સૌ જેના જન્મ દિવસની યાદમાં શાળા, કોલેજ કક્ષાએ ‘શિક્ષક દિન’ ઉજવીએ છીએ, એ ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નનનો જન્મ ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ ના રોજ તત્કાલિન મદ્રાસ પ્રેસિડેન્સીના ચિતુર જિલ્લાના તિરૂતાની ગામમાં થયો હતો.

ઈ.સ. ૧૯૦૯ માં સ્નાતક થતા જ તેઓ તત્ત્વજ્ઞાનના વિભાગમાં બેક્ચરર તરીકે જોડાઈ ગયા. ઓક્સફર્ડ યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિષયના વૈશ્વિક લેજન્ડ પ્રિન્સિપાલ જે. ઈસ્ટીન કર્પિન્ટર નિવૃત્ત થતાં યુનિવર્સિટીએ ડૉ. રાધાક્રિષ્ણનને તેમની સ્થાને જોડાઈ જવાની ઓફર કરી તેના પરથી તેમની પ્રતિતાથી કલ્પના કરી શકાય. ને એટલું જ નહિ, ઈ.સ. ૧૯૩૧ સુધી ઓક્સફર્ડમાં વિષયના વિદ્યાર્થી એટલે પ્રવેશ મેળવતા કે ડૉ. રાધાક્રિષ્ણન ત્યાં ‘તત્ત્વજ્ઞાન’ના લેક્ચર્સ લેતા કિંગ જ્યોર્જ પાંચમાએ તેના જન્મદિનની ઉજવણી નિમિત્તે ડૉ. રાધાક્રિષ્ણનું ‘નાઈટ હૂડ’થી સન્માન કર્યું.
આવા ધૂરંધર અને પ્રખર જ્ઞાનીને લાભ ભારતની યુવા પેઢીને પણ મળવો જોઈએ તેવો વિચાર મદન મોહન માલવિયાએ વહેતો મુક્યો. આથી, ડૉ. રાધાક્રિષ્ણને ઓક્સફર્ડ છોડીને બનારસ હિંદુ યુનિ.ના વાઈસ ચાન્સેલર તરીકે ૧૯૪૮ સુધી સેવા આપી. ૧૯૫૨ સુધી યુનેસ્કો માં ભારતના પ્રતિનિધી તરીકે તેઓએ હાજરી આપી.
૧૯૬૨માં જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તરીકે તેમને શપથ લીધા, ત્યારે રૂ. ૧૦,૦૦૦ નો પગાર મળતો હતો. જેનાથી તેઓ રૂ. ૨૫૦૦ જ લેતા અને બાકીની રકમ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાં જમા કરાવી દેતા હતા. ૧૯૩૩ થી ૧૯૩૭ સુધી સળંગ પાંચ વર્ષ તેઓ નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ થનાર વિશ્વની એકમાત્ર વ્યક્તિ છે. ૧૯૫૪માં આપણા દેશનો સર્વોચ્ચ એવોર્ડ ‘ભારત રત્ન’થી તેમનું સન્માન કરવામાં આવ્યું.

૧૭ એપ્રિલ ૧૯૭૫ના રોજ ૮૭ વર્ષની વયે આ પ્રખર ચિંતક ઉત્કૃષ્ઠ શિક્ષકને ભારત રત્ન એવા આપણા રાષ્ટ્રપતિનું નિધન થયું.

આમ, આ મહાન, વિરલ વ્યક્તિના માનમાં તેમનો જન્મદિવસ એવો કે, ૫મી સપ્ટેમ્બર – શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે, વર્ષ ૧૯૬૨થી ભારતમાં શિક્ષક દિન ઉજવાઈ રહ્યું છે.
આ દિવસ છે જ્યારે આપણે એ લોકો પ્રત્યે કે જેમનો હંમેશા આપણા જીવનમાં ગુરુની ભૂમિકા ભજવી છે, તેમના માટે પ્રેમ અને સન્માન દર્શાવીએ છીએ, આ વ્યક્તિ શાળા શિક્ષકથી લઈને, કોલેજ પ્રોફેસર સુધી, ટ્રેનરથી લઈને કોચ સુધી કોઈપણ ક્ષેત્રના હોઈ શકે.
જ્યારે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને કેટલાંક મિત્રો અને શિષ્યોએ એમનો જન્મદિવસ ઉજવવાની પરવાનગી આપવા કહ્યું ત્યારે તેમને કહ્યું કે, મારા જન્મદિવસને પમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવશે તો મને ગર્વ થશે. ત્યારથી તેમના જન્મ દિવસને ભારતના ‘શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

  • લેખન – અનિલ ચાવડા
    પ્રકાશિત – જીજ્ઞેશ પટેલ

Related posts

મહિલાઓ પર વધી રહેલ બળાત્કાર-દુષ્કર્મો બાબતે આણંદ જિલ્લા એનએસયુઆઈ દ્વારા હલ્લાબોલ…

Charotar Sandesh

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિર દ્વારા ૧૫ હજાર જોડી ચંપ્પલોનું વિતરણ

Charotar Sandesh

બાબા બર્ફાનીનો પહેલો ફોટો આવ્યો સામે, 1 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા

Charotar Sandesh