ન્યૂઝ અને ડિસ્કશન પ્લેટફોર્મ રેડિટ સાથે જોડાવાના સંકેત આપ્યા…
USA : અમેરિકાની કાર કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ટિ્વટર છોડી દીધું હતું. તેમણે ન્યૂઝ અને ડિસ્કશન પ્લેટફોર્મ રેડિટ સાથે જોડાવાના સંકેત આપ્યા છે. મસ્કે કહ્યું કે ટિ્વટરનું સારું હોવું નિશ્વિત નથી. સાથે કહ્યું કે રેડિટ અત્યારે સારું લાગી રહ્યું છે.
મસ્ક તેમના ટિ્વટને લઇને લગાતાર ચર્ચામાં રહે છે. ગત વર્ષે અમેરિકી શેર બજારના રેગ્યુલેટર એસઈસીએ મસ્કના એક ટિ્વટ પર કાર્યવાહી કરીને કેસ કરી દીધો હતો જોકે બાદમાં સમાધાન થઇ ગયું હતુ. ઓગસ્ટ ૨૦૧૮માં મસ્કે ટિ્વટ કરીને દાવો કર્યો હતો કે પ્રાઇવેટ કંપની બનાવનારા માટે ફંડનો બંદોબસ્ત થઇ ગયો. ટૂંક સમયમાં એ ટિ્વટ હટાવી લેવામાં આવ્યું. એસઈસીએ મસ્ક પર રોકાણકારોને દગો આપવાનો આરોપ લગાવ્યો હતો.
ગત વર્ષે થાઇલેન્ડની એક ગુફામાં ફસાયેલા ૧૨ બાળકોને બચાવનાર બ્રિટિશ ડાઇવર પર મસ્કે ટિ્વટર દ્વારા આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ ડાઇવરે મસ્ક વિરુદ્ધ માનહાનિનો દાવો કરી દીધો હતો.
ટિ્વટર પર મસ્કના ૨.૯ કરોડથી વધુ ફોલોઅર છે. તેમના ફેરવેલ ટિ્વટ બાદ મોટી સંખ્યામાં યુઝર્સે અફસોસ વ્યક્ત કર્યો. તેમણે મસ્કને આગામી ઓનલાઇન પ્લેટફોર્મ વિશે જણાવવાની અપીલ કરી.
- Nilesh Patel