-
સાહોનું ટીઝર જોતા જ તમને ખબર પડી જશે કે ફિલ્મમાં કેટલો દમ અને એક્શન હશે…
પ્રભાસ અને શ્રધ્ધા કપુરની ફિલ્મ સાહોનું ટીઝર આવી ગયું છે. ટીઝર જોતા જ તમને ખબર પડી જશે કે ફિલ્મમાં કેટલો દમ અને એક્શન હશે. શરૂઆતમાં જ પ્રભાસ અને શ્રધ્ધા જોવા મળી રહ્યાં છે. બાકીનાં ટીઝરમાં પ્રભાસની એક્શન, જેકી દાદા અને નીલ નીતિન મુકેશે બાજી મારી છે. આ ફોટો જોયા પછી લોકોને હેવ ટેઈલરની રાહ છે. જો સે આ ફિલ્મ તો પહેલાથી જ ચર્ચામાં છે.
એક જાહેરાત સોશિયલ મીડિયા મારફતે કરી છે. તેમાં જણાવવામા આવ્યું છે કે, અમે તમને જણાવવાં માંગીએ છીએ કે શંકર, એહસાન અને લોય આ ફિલ્મનું મ્યુઝિક કંપોઝ નથી કરી રહ્યાં. અમારી તરફથી પ્રભાસ અને આખી ટીમને શુભકામનાઓ. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ હિન્દી, તેલુગુ અને તમિલ એમ ત્રણેય ભાષામાં શુટ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પ્રભાસે ફિલ્મ માટે આકરી મહેનત કરી છે જેના લીધે 7 થી 8 કિલો વજન પણ ઘટાડ્યું છે. ફિલ્મમાં વજન ઘટાડવા માટે પ્રભાસ માટે એક વિશેષ ડાઇટ પ્લાન બનાવવામાં આવ્યો, સાથે જ અભિનેતાએ જિમમાં જઇને પણ પરસેવો પાડ્યો છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2019ના દિવસે રિલિઝ થશે.