આ સ્કૂટરનાં એન્જિનમાં કોઈ ફેરફાર કરવામા આવ્યો નથી. તેમાં 110ccનું એન્જિન લાગેલું છે, જે 8hp પાવર અને 8.4Nm પીક ટોર્ક જનરેટ કરે છે.
ઓટો ડેસ્કઃ
ટીવીએસ મોટરે પોતાનાં સૌથી લોકપ્રિય સ્કૂટર Jupiter ZXને હવે નવા અંદાજમાં રજૂ કર્યું છે. કંપનીએ તેને ડ્રમ અને ડિસ્ક બ્રેક્સમાં લોન્ચ કર્યું છે. તમે તમારી જરૂરિયાત મુજબ સ્કૂટરનું વર્ઝન પસંદ કરી શકો છો. આ સ્કૂટરનાં ડ્રમ બ્રેક વર્ઝનની કિંમત 56,093 અને ડિસ્ક બ્રેક મોડલની કિંમત 58,645 રૂપિયા છે.
ટીવીએસ જ્યુપિટરનું ZX મોડલ અપ્લાઇડ બાયોલોજિકલ ટેક્નોલોજી (ABT)થી સજ્જ છે. તેમજ તે સિન્ક્રોનાઇઝ્ડ બ્રેકિંગ ટેક્નોલોજી (SBT) અને કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ પર આધારિત છે. તેનાથી વધુ સારો બ્રેકિંગ અનુભવ મળે છે. ટીવીએસ જ્યુપિટર ZXમાં ડિજિટલ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એલઇડી હેડલાઇટ વગેરે જેનાં ફીચર્સ મુખ્ય છે, જે અગાઉ તેનાં ટોપ મોડલમાં મળતાં હતાં. પરંતુ હવે આ તમામ ફીચર્સ જ્યુપિટર ZXમાં જોવા મળશે. કંપનીએ જ્યુપિટર ગ્રેન્ડ મોડલ બંધ કરી દીધું છે. જ્યુપિટર ZXમાં સ્ટારલાઇટ બ્લુ અને રોયલ વાઇન કલરનો ઓપ્શન મળશે.
આ સ્કૂટરનાં એન્જિનમાં કોઈ ફેરફાર કરવામા આવ્યો નથી. તેમાં 110ccનું એન્જિન લાગેલું છે, જે 8hp પાવર અને 8.4Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એક લિટરમાં આ સ્કૂટર 62kmની માઇલેજ આપે છે. ટીવીએસ જ્યુપિટરની સીધી ટક્કર હોન્ડા એક્ટિવા 5G સાથે થશે.