Charotar Sandesh
ઈન્ડિયા

રાજધાનીના પ્રદૂષણ પર શશી થરૂરનો કટાક્ષ : કુછ દિન તો ગુઝારો દિલ્હી-એનસીઆર મેં…!

ન્યુ દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં ભયાનક પ્રદૂષણની સ્થિતિને લઇને દેશભરમાં અનેક પ્રકારના ચર્ચાઓ ચાલી રહી છે. હવે કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ કટાક્ષ કરતાં કહ્યું છે કે, ‘કુછ દિન તો ગુઝારો દિલ્હી-એનસીઆર મેં.’ શશિ થરૂરે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે જેમાં લખ્યું છે, ‘કબ તક ઝિંદગી કાટોગે સિગરેટ, બીડી ઔર સિગાર મે..કુછ દિન તો ગુઝારો દિલ્હી-એનસીઆર મે’ જણાવી દઇએ કે ‘કુછ દિન તો ગુઝારો ગુજરાત મે’ ગુજરાત ટુરિઝમની ટેગ લાઇન છે.
આ સાથે જ આ ઇમેજ પર નીચે કંઇક આવા પ્રકારની જ ચેતવણી લખી છે જેની કોઇ નશીલા પદાર્થ જેવા કે સિગરેટ વગેરેના બોક્સ પર લખેલી હોય છે. ઇમેજમાં નીચે અંગ્રેજીમાં લખ્યું છે, ‘દિલ્હી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.’
પ્રદૂષણને લઇને હવે રાજકારણ પણ ગરમાઇ રહ્યું છે. દિલ્હી સરકાર દિલ્હીની ભયાનક સ્થિતિ માટે હરિયાણા અને પંજાબમાં સતત વધી રહેલી પાકના અવશેષો બાળવાની ઘટનાને જવાબદાર ઠેરવવામાં આવી રહ છે. સાથે જ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનું કહેવું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આટલા ગંભીર મુદ્દે રાજકારણ કરી રહ્યાં છે.

Related posts

દેશમાં કોરોનાના કેસો પહોંચ્યા ૫ હજારની નજીક, એક દિવસમાં ૪૮૯ નવા કેસ નોંધાયા…

Charotar Sandesh

ભારત-શ્રીલંકા વચ્ચેના સંબંધો વર્ષો જૂના, બન્ને દેશોના સંબંઘોને વિશેષ પ્રાથમિકતા : મોદી

Charotar Sandesh

ટેકનોલોજીના ગુલામ નહિ મિત્ર બનો : વિદ્યાર્થીઓને મોદી મંત્ર…

Charotar Sandesh