જાનવરોની તસ્કરી થતી હોવાની શંકાઓ ના પગલે પી.એમ રિપોર્ટમાં મૃત પ્રાણી જેનેટ હોવાનું ખુલે તો વનવિભાગને દોડતા થવું પડે…
ઉમરેઠ થી ઓડ જતા માર્ગ ઉપર ઓવરબ્રિજ નીચે ગત રાત્રીના કોઈ અજાણ્યા લોકોએ એક વિચિત્ર પ્રકારનું જાનવર મરેલી હાલતમાં નાખી ગયા હોવાની અને આ મૃત જાનવર આફ્રિકન જેનેટ જાતિ નું હોવાની હવા ફેલાતા આ વિદેશી જાનવરને જોવા કુતુહલવશ ટોળે વળ્યાં હતા, જોકે ગુગલ સર્ચ કરી ખાતરી કરતા મૃત પ્રાણી અદ્દલ આફ્રિકન જંગલનું જેનેટ પ્રાણી હોવાનું પુરવાર થતું હતું, પરંતુ વન વિભાગને આ બાબતે જાણ કરતા તે બિલાડીના કૂળ નું વનિયર પ્રાણી હોવાનું જણાવતા હવે ખરેખર ગુગલ સાચું કે વન વિભાગ તે બાબતે વિરોધાભાષ સર્જાયો છે,તો ચર્ચા છે કે બે યુવાનો મોટરસાયકલ ઉપર આ જાનવરને નાખી ગયા હતા,તો તેવી વાત હોય તો જાનવરને વિદેશથી લાવવામાં આવ્યું હોય તો સમગ્ર મામલો ઊંડી તપાસનો બની શકે જોકે પોસમોટર્મના રિપોર્ટ બાદ સાચી વાત ખબર પડે તેમ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ ઓડ રેલવે ઓવરબ્રિજ ની નીચે આફ્રિકન જાનવર જેનેટ ની હત્યા કરી નાખી ગયા હોવાની અફવા ફેલાઈ હતી, આથી આસપાસના લોકો આ જાનવરને જોવા પહોંચી ગયા હતા, અને થોડીક જ વારમાં જુદી જુદી અફવાઓ ફેલાવવાની શરૂ થઇ ગઈ હતી, પરંતુ આજ સવારે વનવિભાગ દ્વારા તે જેનેટ નહીં પરંતુ વનિયર નામનું પ્રાણી હોવાનું જાહેર કરેલ હતું.
ઉમરેઠ આર.એફ.ઓ રાણાએ જણાવ્યું હતું કે ઉમરેઠ ઓડ ઓવરબ્રિજ નીચે જે પ્રાણીનો મૃતદેહ મળી આવ્યો છે તે બિલાડીના કુળનું વનિયાર નામનું પ્રાણી છે એ મોટા ભાગે રાત્રે ઉંદર જેવા નાના પ્રાણી ઓનો શિકાર કરતુ હોય, વનિયર મોટાભાગે રાત્રે જોવા મળે છે, ઉમરેઠ વિસ્તારમાં આ પ્રાણીઓની વસ્તી છે લોકોમાં એવી માન્યતા છે કે આ પ્રાણી બાળકો ઉઠાવી જાય છે, પરંતુ વનિયર બિલાડી કરતા સહેજ મોટું હોય છે, પરંતુ તેની ઉંચાઈ બિલાડીથી ઓછી હોય છે અને તે ફક્ત નાના પ્રાણીઓ નો શિકાર કરે છે, શક્ય છે કે રાત્રે શિકાર માટે નીકળેલ વનિયર સાધનની અડફેટે આવી ગયું હોય અમે તેનું પી.એમ કરાવેલ છે અને આવતી કાલે એનો રિપોર્ટ આવી જશે.
- લેખન- નિમેષ પીલુન