Charotar Sandesh
Devotional ધર્મ ધર્મ ભક્તિ

ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર કુલ કેટલા વર્ષો વ્યતીત કર્યા હશે ?

શ્રીકૃષ્ણ

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ૧૭/૧૮ જૂન ૩૨૨૯ બીસીઇ માં એટલે કે દ્વાપર યુગનાં અંત દરમિયાન શ્રાવણ કૃષ્ણ અષ્ટમી (વૈદિક પંચમગામ) પર થયો હતો અને તેઓ ૧૨૬ વર્ષ, ૮ મહિના સુધી પૃથ્વી પર રહ્યા હતા.

ભગવાન શ્રીકૃષ્ણ અસ્ટમી ની મધ્યરાત્રીએ તેમના મૂળ સ્વરૂપમાં દેખાયા (અષ્ટમી ૧૭ જૂને સાંજે સમાપ્ત થતી હતી અને તે નવમી હતી પણ રોહિણી નક્ષત્ર હતી) માતા દેવકીનાં હૃદય માંથી દિવ્ય તેજ નીકળતું હતું, જેથી તેમના પિતા અને માતા સમજી શક્યા કે તેમનો પુત્ર એક દિવ્ય સંતાન છે.

પદ્મ પુરાણ (પાના ૨૧૧૨-૨૧૨૫) ભગવાન શ્રી કૃષ્ણના ફૂટ પ્રિન્ટ વિશે વર્ણવે છે.

વિવિધ સ્થળોએ શ્રીકૃષ્ણની આયુષ્ય લીલા :

  • કૃષ્ણએ તેમનું જીવન ૩ મુખ્ય ભાગોમાં વિતાવ્યું :

વ્રજ લીલા – ૧૧ વર્ષ ૬ મહિના (વૃંદાવનમાં એક બાળક તરીકે)
મથુરા લીલા – ૧૦ વર્ષ ૬ મહિના (તેના મામા કંસની હત્યા કર્યા પછી કિશોર વયે)
દ્વારકા લીલા – ૧૦૫ વર્ષ ૩ મહિના (દ્વારકામાં રાજ્ય સ્થાપ્યા પછી)

વ્રજ લીલા દરમિયાન કૃષ્ણએ ઘણા રાક્ષસોનો વધ કર્યો, પશુઓ અને લોકોને વરસાદથી બચાવા ગોવર્ધન પર્વતની લીલા કરી તે સમયે કૃષ્ણની ઉમર ૭ વર્ષ ૨ મહિના ૧૦ દિવસની હતી અને ગોવર્ધની ઘટના ઇ.સ. પૂર્વે ૨૮ ઓગસ્ટ ૩૨૨૨ ની રાત્રે બની હતી.

વ્રજ લીલાના અંતમાં, કૃષ્ણે મથુરામાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો અને તેમનાં મામા કંસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારનો અંત લાવ્યા. ઇ.સ. પૂર્વે ૧૪ ડિસેમ્બર ૩૨૧૮ (શિવરાત્રી) ના રોજ, ભગવાન કૃષ્ણાએ કંસની હત્યા કરી અને ૧૧ વર્ષ ૬ મહિનાની ઉંમરે મથુરા લીલાની શરૂઆત કરી.

ભીમે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આપેલી દિશા મુજબ જરાસંધને હરાવીને દ્વન્દ યુધ્ધમાં હરાવીને મારી નાખ્યો. ભીમસેન અને જરાસંધ વચ્ચે દ્વન્દ યુધ્ધ ની લડત ઇ.સ. પૂર્વે ૧૭ સપ્ટેમ્બર ૩૧૫૪ થી શરૂ થઈ હતી અને ૧૪ દિવસ અને રાત સુધી ચાલી હતી.

ઇ.સ. પૂર્વે ૩૧૫૩ ની ૧૧ ફેબ્રુઆરીએ ૭૫ વર્ષ અને ૮ મહિનાની ઉંમરે, ચૈત્રી પૂર્ણીમા પર, કૃષ્ણે બધા રાજાઓ સામે રાજસુય યગ્ન દરમિયાન સીસુપાલની હત્યા કરી હતી.

અજ્ઞાત વાસ પૂરો કરી ઇ.સ. પૂર્વે ૧૫ મે ૩૧૪૦ (અષાઢી પૂર્ણિમા) ના રોજ, પાંડવો વિરાટ રાજાનાં દરબારમાં હાજર થયા. ૬ મહિના પછી, જ્યારે કૃષ્ણનાં મધ્યસ્થીનાં પ્રયત્નો નિષ્ફળ ગયા, કુરુક્ષેત્ર યુદ્ધ ઇ.સ. પૂર્વે ૩૧૩૯ માં નવેમ્બર માસ માં શરૂ થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણ ૮૯ વર્ષનાં અને અર્જુન મહાભારત યુદ્ધનાં પહેલા દિવસે ૮૮ વર્ષનાં હતાં. દુર્યોધનની મૃત્યુ સાથે કુરુક્ષેત્ર યુદ્ધ ૧૮ દિવસમાં સમાપ્ત થયું.

બે મહિના પછી, ૫ ફેબ્રુઆરી ૩૧૩૯ બીસીઇ (ચૈત્ર પૂર્ણીમા) પર, અશ્વમેધ યગ્ન યુધિષ્ઠિર દ્વારા શરૂ કરવામાં આવ્યો.

૩૭ વર્ષ પછી, શ્રી કૃષ્ણને ઇ.સ. પૂર્વે ૨૩ જાન્યુઆરી ૩૧૦૨ ગુરુવારે સાંજે તેના પગ પર શિકારીનું તીર વાગ્યું હતું. તેમણે ઇ.સ. પૂર્વે ૨૪ મી જાન્યુઆરી ૩૧૦૨ પર ૦૨ કલાક ૨૭ મિનિટ ના સમયે પોતાનું શારીરિક શરીર છોડી દીધું હતું. આગળનો સૂર્યોદય શુક્રવારે હતો, અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર સાથે, શુધ્ધ પદ્યામી (ચૈત્ર માસનો પ્રથમ દિવસ) દિવસ હતો. જુલિયન કેલેન્ડર મુજબ આ તારીખ ઇ.સ. પૂર્વે ૧૮ ફેબ્રુઆરી ૩૧૦૨ છે.

  • Nikunj Maharaj,
    Dakor
  • Contact : 98981 70781

Other News : મંદિરમાં શા માટે લગાવવામાં આવે છે ઘંટડી, તેની પાછળ ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે

Related posts

વિશ્વનો ખતરનાક વાયરસ ‘કોરોના’ : જમીનવાલો કા કુછ નહીં ચલતા જબ ફેસલા આસમાન સે હોતા હૈ…

Charotar Sandesh

મંદિરમાં શા માટે લગાવવામાં આવે છે ઘંટડી, તેની પાછળ ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે…

Charotar Sandesh

श्राद्ध कीसे कहते हैं ? पितृओके उद्देश्य

Charotar Sandesh