Charotar Sandesh
શૈક્ષણિક સમાચાર

ગાયત્રી કન્યા શાળા ડાકોર અને સચ્ચિદાનંદ હાઇસ્કુલ ઠાસરા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આણંદ,
તા.૨૨/૦૭/૨૦૧૯ ના રોજ ઠાસરા તાલુકાની ગાયત્રી કન્યા શાળા ડાકોર અને સચ્ચિદાનંદ હાઇસ્કુલ ઠાસરાની વિધ્યાર્થીનીઓ અને વિધ્યાર્થીઓ તથા બન્ને શાળાના શિક્ષક મિત્રો સાથે જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ દ્વારા “બાળ સુરક્ષા, બાળ અઘિકારો અને બાળકોને લગતા વિવિધ કાયદાઓ” વિષય અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયેલ.
આ કાર્યક્રમમાં સુરક્ષા અધિકારીશ્રી બિનસંસ્થાકિય સંભાળ શ્રી કૃણાલ વાઘેલા ધ્વારા “કિશોર ન્યાય અધિનિયમ ૨૦૧૫ મુજબ બાળક કોને કહેવાય ? અને તેની જોગવાઇઓ તેમજ બાળ મજૂર પ્રતિબંધક અધિનિયમ, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬, બાળકોના અઘિકારો તથા સંકલિત બાળ સુરક્ષા યોજના, તેમાં સમાવિષ્ટ થતી યોજનાઓ બાબતે સમજાવેલ હતું”. તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના કાઉન્સેલરશ્રી ત્રિભોવનભાઇ મકવાણા દ્વારા જાતિય સતામણી સામે બાળકોને રક્ષણ આપતો કાયદો (પોક્સો એક્ટ ૨૦૧૨) વિશે સરળ અને રમુજી ભાષામાં સમજાવેલ હતુ. તેમજ તેઓ બન્નેા દ્વારા GOOD TOUCH – BAD TOUCH (સારો સ્પઅર્શ અને ખોટો સ્પમર્શ) કોને કહી શકાય ? અને સ્વ-બચાવ કેવી રીતે કરી શકાય ? જે વિશે ઉદાહરણ સહિત ડેમોસ્ટ્રેશન કાર્ય કરી સમજાવેલ હતુ.
આ જાગૃતિ કાર્યક્રમને સફળ બનાવવા માટે બન્ને શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રોએ ખુબ જ સારો સહકાર આપેલ હતો. તેમજ આશરે બન્ને શાળા મળી ૫૦૦ જેટલા વિદ્યાર્થી- વિધાર્થીનીઓ હાજર રહેલ હતા.

Related posts

લોકડાઉનના સમયમાં આણંદ જિલ્લાના આંકલાવ બ્લોકમાં અસરકારક શિક્ષણની પહેલ…

Charotar Sandesh

રાજ્યમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે આવતીકાલે શિક્ષકોના ગાંધીનગર ખાતે ધરણા યોજાશે

Charotar Sandesh

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન

Charotar Sandesh