Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

લાંબુ જીવવું છે?.. ‘બેસવાનુ છોડી’ ને રોજ ૩૦ મીનીટ માટે કોઈ પણ પ્રકારનું હલનચલન કરો

સામાન્ય રીતે બેસી રહેતી વ્યકિત જો ૩૦ મીનીટ માટે ચાલવા જેવી સામાન્ય પ્રવૃતિ કરે તો પણ તેની વહેલા મરવાની શકયતાઓ ૧૭ ટકા જેટલી ઘટી જાય…

વોશિંગ્ટન,

એક નવા અભ્યાસમાં કહેવાયુ છે કે જીમની ખર્ચાળ મેમ્બરશીપ કે મેરેથોન દોડ તંદુરસ્ત રહેવા માટે ખાસ જરૂરી નથી ફકત રોજ અડધી કલાક માટે બેસી રહેવાના બદલે કોઈ પણ પ્રકારનું હલનચલન કરો. ઘણા બધા રિસર્ચોનું તારણ છે કે વધારે પડતુ બેસી રહેવાથી ઘણા બધા આરોગ્ય વિષયક જોખમો જેમ કે હૃદયરોગથી માંડીને વહેલા ઘરડા થવા સુધીની તકલીફો ઉભા થાય છે, પણ અમેરિકન જર્નલ ઓફ એપીડેમીઓ લોજીમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસપત્રમાં જણાવાયુ છે કે દિવસમાં ફકત ૩૦ મીનીટ માટે બેસી રહેવાના બદલ કોઈ પણ પ્રકારનું હલન ચલન લાંબુ જીવવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે બેસી રહેતી વ્યકિત જો ૩૦ મીનીટ માટે ચાલવા જેવી સામાન્ય પ્રવૃતિ કરે તો પણ તેની વહેલા મરવાની શકયતાઓ ૧૭ ટકા જેટલી ઘટી જાય છે. જેમ તમારૂ હલનચલન વધારે ઝડપી તેમ આ શકયતાઓમાં વધારે ઘટાડો થાય છે.

આટલી જ મીનીટની દોડથી આ શકયતા ૩૫ ટકા સુધી ઘટી જાય છે. અભ્યાસના સહલેખક અને કોલંબીયા યુનિવર્સિટીના ઈરવીંગ મેડીકલ સેન્ટરમાં બીહેવીઅરલ મેડીસીનના આસી. પ્રોફેસર કીથ ડીઆઝ કહે છે આ જગતનો નિયમ છે કે તકલીફ વગર કંઈ નથી મળતું. એટલે તમારે તંદુરસ્તી મેળવવી હોય તો થોડી તકલીફ તો લેવી પડે. આ એકસરસાઈઝ માટે તમારે સતત અડધો કલાક ચાલવાની પણ જરૂર નથી. તમે થોડા થોડા સમયે તમારા ઘરમાં, ઓફિસમાં પણ થોડી થોડી વાર ચાલી શકો છો.

Related posts

Health tips – આખુ જીવન સ્વસ્થ રહેવા માટે ક્યારેય ન ભૂલશો 12 કામની વાત…

Charotar Sandesh

આજના સમયમાં ધાર્મિક અને કૃષિ ક્ષેત્રે સરદાર પટેલના “ચરોતર પંથક”નું નામ અકબંધ રહ્યું છે…

Charotar Sandesh

રિસર્ચ અનુસાર હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે આ ફળ વિટામિન, જુઓ વિગત

Charotar Sandesh