આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં આપને આપના સ્વાસ્થ્યની સાર-સંભાળ રાખી શકતા નથી, ત્યારે આપણા શરીરમાં ૯૦ ટકા બિમારીઓ પેટના કારણે ઉદ્દભવે છે. ખાણી-પીણીમાં ગડબડ અને પાચનતંત્રમાં ખરાબી હોવાને કારણે શરીરને યોગ્ય પોષક તત્ત્વ મળી શકતા નથી. આ કારણથી જ લાંબા સમય બાદ શરીરમાં રોગ ઉદ્દભવવા લાગે છે. એટલા માટે પણ પપૈયા દરરોજના ડાયેટમાં સામેલ કરવા જોઇએ.
પપૈયામાં વિટામિન સી, વિટામિન ઇ અને બીટા કેરોટીન જેવા એન્ટી-ઑકસીડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે, જેનાથી વ્યકિત સ્વાસ્થ્ય સારું બની રહે છે
એક રિસર્ચ અનુસાર વિટામિન-સી યુક્ત ભોજન ન લેતા લોકોમાં સંધિવાનું જોખમ વિટામિન-સીનું સેવન કરતા લોકોની સરખામણીમાં ત્રણ ગણું હોય છે. પપૈયાનું સેવન હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, તેમાં વિટામિન-સીની સાથે-સાથે સોજો દૂર કરવાનો ગુણ પણ હોય છે. પપૈયામાં વિટામિન સી, વિટામિન ઇ અને બીટા-કેરોટીન જેવા એન્ટી ઑક્સીડેન્ટ હોય છે. આ તમામ વિટામિન ત્વચાની કરચલીઓને રાખે છે અને અકાળે થતી ત્વચાની સમસ્યાઓને પણ ઠીક કરી દે છે. આ ફળ દરરોજ ખાવાની આદત તમારા સ્વાસ્થ્ય પર ઉંમરની અસર થવા દેતું નથી.
Other News : દવા લીધા વિના માથાનો દુખાવો ૨ મીનીટમાં સારો કરી દેશે, જાણો શું છે રામબાણ ઇલાજ