Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સોજીત્રામાં જિલ્લા કક્ષાના ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી…

નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકારે કડક કાયદાઓ અમલમાં મુક્યા છે : મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા…

રાષ્ટ્રના ૭૩મા સ્વાતંત્ર્યપર્વ નિમિત્તે  સોજિત્રા ખાતે શ્રી એમ. એમ. હાઇસ્કૂલના પટાંગણમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. મંત્રીશ્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતું.

મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં પોતાના પ્રાણની આહૂતિ આપનાર નામી-અનામી સૌ વીર શહિદ સ્વાતંત્ર્ય સેનાનીઓ સહિત પૂ.મહાત્‍મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, શ્યામજી કૃષ્‍ણ  વર્મા અને ચરોતરના જ સપૂત વીર સપૂતોનું સ્‍મરણ કરી તેમને વંદન કર્યા હતા. મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સોજિત્રા વાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ જણાવ્યું કે,  આ સરકાર ખેડૂતોની સરકાર છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અન્વયે ૨૯ લાખ જેટલા ખેડૂતોને બે હપ્તામાં રૂ. ૧૧૩૫ કરોડ આપવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવાનો આ સરકારે ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. આ માટે રૂ. ૫૦૦ કરોડનું રિવોલ્વિંગ ફંડ ઊભું કરવામાં આવ્યું છે. ૪૦ લાખ એકરથી વધુ વિસ્તારને ટપક સિંચાઈની સુવિધાનો લાભ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર ૯૬ અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતોને રૂ. ૨૨૮૫ કરોડની ઈનપુટ સહાય આપીને સરકાર ખેડૂતોની પડખે અડીખમ ઊભી છે. ચાર લાખ જેટલાં ખેડૂતોને વીજ કનેકશન આપવામાં આવ્યા છે. ૧૦૨ લાખ ગાંસડી કપાસ અને ૩૭ લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદનથી આજે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય એવી રૂ. ૮૫૦૦ કરોડના અનાજની ટેકાના ભાવે વિક્રમજનક ખરીદી આ સરકારે કરી છે.

રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત કરનાર આણંદ જિલ્લા પોલીસ અધીક્ષકશ્રીની કચેરીના પોલીસ અધિકારી શ્રીઆર.એલ. સોલંકી અને બી.ડી.જાડેજા ને મેડલ અર્પણ કરી સન્માન કર્યું હતું આ ઉપરાંત તેજસ્વી ખેલાડીઓનું સન્માન પણ કર્યું હતું સોજીત્રા તાલુકાના વિકાસ માટે માનનીય મંત્રીશ્રી એ રૂપિયા ૨૫ લાખનો ચેક કલેક્ટર શ્રી દિલીપ રાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિત પ્રકાશને અર્પણ કર્યો હતો અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ ડોગ શો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

આ પ્રસંગે સાંસદશ્રી મિતેશભાઇ પટેલ,પૂર્વમંત્રીશ્રી સી.ડી.પટેલ, પૂર્વ દંડકશ્રી અંબાલાલ રોહિત, જિલ્લા કલેકટરશ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મકરંદ ચૌહાણ, પ્રાંત અધિકારીશ્રી એમ.એસ. ગઢવી, નાયબ કલેકટર સોજિત્રા શ્રી હર્ષનિધિ શાહ, મામલતદારશ્રી ડી.કે. ગામીત, અગ્રણીશ્રી મહેશભાઇ પટેલ, ટી.ડી.ઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, બાળકો નાગરિક ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

આણંદ જિલ્લામાં ઉમરેઠ અને પેટલાદ પાલિકા વિસ્તાર કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી મુકત જાહેર…

Charotar Sandesh

આણંદ-નડીયાદની વચ્ચે એક્સપ્રેસ હાઈવે પર એસટી બસ અને MLA લખેલ કાર વચ્ચે અકસ્માત : રના મોત

Charotar Sandesh

એક્સપ્રેસ હાઈવે પર આવેલા નડીઆદ નજીક બે કારો વચ્ચે અકસ્માત : ૧નું મોત, ૫ને ઈજા

Charotar Sandesh