Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ઈન્ડિયા ટ્રેન્ડીંગ

સ્વચ્છ ભારત બાદ વડાપ્રધાન મોદીનું આગામી મિશન… ‘ફિટ ઇન્ડિયા’

રમતગમત દિવસના અવસરે વડાપ્રધાન અભિયાનની શરુઆત કરે તેવી શક્યતા…

ન્યુ દિલ્હી,
ક્લીન ઇન્ડિયા (સ્વચ્છ ભારત) બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવ્યાપી ફિટ ઇન્ડિયા અભિયાનની શરુઆત કરવા જઇ રહ્યા છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ (૨૯ ઓગસ્ટ)ના અવસરે પીએમ દ્વારા દેશની જનતાને ફિટનેસ પ્રત્યે જાગરુક રહેવા માટે ઇન્દીરા ગાંધી સ્ટેડિયમમાં અભિયાનની શરુઆત કરવામાં આવી રહી છે. ખેલો ઇન્ડિયા અંતર્ગત રમતગમત મંત્રાલયની આગેવાનીમાં આ અભિયાન વિભિન્ન ચરણોમાં ૨૯ ઓગસ્ટ ૨૦૧૯થી આગામી ચાર વર્ષ ૨૯ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ચાલુ રાખવામાં આવશે.
જે પ્રકારે સ્વચ્છતા પ્રત્યે પીએમ એ જાગરુક્તા માટે અભિયાનની શરુઆત કરી તે પ્રકારે જ દેશવાસીઓ જ નહી પરંતુ વિદેશમાં રહેનારા ભારતીયને પણ રોજિંદા જીવનમાં ફિટ રહેવા માટે પ્રેરિત કરવામાં આવશે. આ માટે રમતગમત મંત્રાલય અને ભારત સરકાર તરફથી જાગરુક્તા અભિયાનની શરુઆત કરવામાં આવશે. જેમા નામી ખેલાડીઓ સાથે અન્ય ક્ષેત્રોની નામી હસ્તીઓને પણ જોડવામાં આવશે. સાથે જ વિભિન્ન સ્તરો પર વોલેન્ટિયરની ટીમો પણ બનાવવામાં આવશે. ફિટનેસ માટે ઓડિયો વિજ્યુઅલ, પ્રિન્ટ લિટરેચર ઉપલબ્ધ કરાવામાં આવશે. ફિટ ઇન્ડિયા અભિયાનનું મોબાઇલ એપ લોન્ચ કરવાની સાથે વેબ પોર્ટલ અને સોશિયલ મીડિયાની પણ મદદ લેવામાં આવશે. અને ઘણા પ્રકારના આયોજન કરવામાં આવશે. આ અભિયાન માત્ર ખેલાડીઓ માટે જ નહી દરેક નાગરિક માટે હશે.
રમતગમત મંત્રી કિરણ રિજીજૂ આ અભિયાનની સફળતા અને તેને જમીની સ્તરે લાગૂ કરવા માટે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવા માટે જઇ રહ્યા છે. રમતગમત મંત્રી તમામ રાજ્યોને નિર્દેશ આપશે કે, ૨૯ ઓગસ્ટે પીએમ તરફથી શરુ કરવામાં આવી રહેલ અભિયાનને જોવે અને તેને પોતાના રાજ્યમાં લાગૂ કરે.

Related posts

૧૯૮૪ના રમખાણના દર્દનો અનુભવ છે, ભાજપે મારા ૩ શબ્દોને ખોટી રીતે રજૂ કર્યાઃ પિત્રોડા

Charotar Sandesh

કૃષિ આંદોલન બન્યુ હાઇ-ટેક, ભાજપના કૃષિ સંમેલનો સામે ખેડૂતોનો સોશિયલ મીડિયા એટેક…

Charotar Sandesh

‘હાઉસફુલ-૪’માં અક્ષયકુમાર ૧૬મી સદીનો મહારાજ બન્યા

Charotar Sandesh