Charotar Sandesh
ઈન્ડિયા

હવે આધાર કાર્ડ સાથે પ્રોપર્ટી લિન્ક કરવાની રહેશે, બેનામી સંપત્તિ સામે નવો કાયદો…

ખરીદીના વેચાણમાં થતી છેતરપિંડી રોકવા માટે…

ન્યુ દિલ્હી : કાળા નાણાનુ રોકાણ મોટા ભાગે પ્રોપર્ટીમાં થતુ હોય છે.દેશમાં બેનામી પ્રોપર્ટીના દુષણને નાથવા માટે હવે મોદી સરકારે તૈયારીઓ કરી લીધી છે.
મોદી સરકાર પ્રોપર્ટીને આધાર કાર્ડ સાથે લિન્ક કરવા માટે કાયદો લાવી રહી છે. જેનાથી જમીન અને મકાનની ખરીદીના વેચાણમાં થતી છેતરપિંડી પણ રોકી શકાશે અને સાથે સાથે લોકોની બેનામી સંપત્તિઓનો પણ ભાંડો ફૂટશે.
સરકારે પ્રોપર્ટી ઓનરશિપ માટેનો કાયદો તૈયાર કરી લીધો છે. કાયદો તૈયાર કરવા માટે પાંચ સભ્યોની એક કમિટી પણ બનાવી છે. જે રાજ્યો સાથે સંકલન કરશે. કારણકે પ્રોપર્ટીને લગતા મોટા ભાગના મામલા રાજ્ય સરકારની સત્તા હેઠળ આવતા હોય છે. આથી મોદી સરકાર મોડેલ કાયદો બનાવીને રાજ્યોને અમલ કરવા માટે આપશે.
સરકારે આધાર સાથે પ્રોપર્ટી લિન્ક કરાવનારા લોકોને ફાયદો પણ આપવાનુ નક્કી કર્યુ છે. આ કાયદા હેઠળ આધાર કાર્ડ સાથે લિન્ક પ્રોપર્ટી પર ગેરકાયદેસર કબ્જો થશે તો તેને છોડાવી આપવાની જવાબદારી સરકાર લેશે અથવા સરકાર પ્રોપર્ટી માલિકને વળતર આપશે. આવી પ્રોપર્ટી પર આસાનીથી લોન પણ મળશે. આધાર કાર્ડ સાથે પ્રોપર્ટી લિન્ક નહી હોય તો આવા કિસ્સામાં સરકાર જવાબદારી નહી લે. આધાર સાથે પ્રોપર્ટી લિન્ક કરાવવાનુ આ કાયદા હેઠળ ફરજિયાત નહી હોય.
આધાર સાથે લિન્ક થયેલી પ્રોપર્ટીનો રેકોર્ડ અપડેટ રહેશે.બાયોમેટ્રિક થકી ઘરે બેઠા પ્રોપર્ટી વેચી શકાશે. જમીન કે પ્રોપર્ટી ખરીદતી વેચતી વખતે કાયદો લાગુ થશે અથવા તો ટ્રાન્સફર કરતી વખતે પણ આધાર લિન્ક થઈ શકશે.

Related posts

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૬૨૩૨ પોઝિટિવ કેસ નોંધાયા…

Charotar Sandesh

ઉ.પ્રદેશમાં દુર્ષ્મીઓ બેફામ : બલરામપુરમાં દલિત યુવતી સાથે ગેંગરેપ, પીડિતાનું મોત…

Charotar Sandesh

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિકાસગાથા આગેકૂચ કરશે – Watch Live

Charotar Sandesh