Charotar Sandesh
X-ક્લૂઝિવ ઈન્ડિયા રાજકારણ

#Budget2019 : પેટ્રોલ-ડીઝલ-સોના-ચાંદી મોંઘા : શ્રીમંતોની કમાણી ઉપર સરચાર્જ : બેન્કમાંથી ૧ કરોડના રોકડ ઉપાડ પર ટેક્ષ

બેન્કમાંથી ૧ કરોડના રોકડ ઉપાડ પર ટેક્ષ : મધ્યમ વર્ગને ઈન્કમટેક્ષમાં કોઈ રાહત નહિ : પેટ્રોલ અને ડીઝલ ઉપર એક એક રૂપિયાની એકસાઈઝ ડયુટીમાં વધારો…

નવી દિલ્હી,

નાણામંત્રી નિર્મલા સિતારામને આજે મોદી સરકાર-ટુ ના પ્રથમ બજેટમાં મધ્યમ વર્ગને કોઈ મોટી રાહત આપવામાં આવી નથી જ્યારે ગરીબો પર રાહતોનો વરસાદ વરસાવવામાં આવ્યો છે અને શ્રીમંતોના ગજવા પર પ્રહાર કરવામાં આવ્યો છે.

જનધન હેઠળ મહિલાઓને ૫૦૦૦નો ઓવરડ્રાફટ મળશે. પાનકાર્ડ વગર ઈન્કમટેક્ષ રીટર્ન અને ટેક્ષ ભરી શકાશે : બજેટ રજુ કરતા નિર્મલા સિતારામન

નાણામંત્રીએ ગરીબોને અનેક ભેટ આપી છે તો શ્રીમંતો ઉપરનો ટેક્ષ વધાર્યો છે. જ્યારે મધ્યમ વર્ગ માટે ટેક્ષસ્લેબમાં કોઈ ફેરફાર નથી કર્યો જો કે મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવાના સપનાને સરકાર પુરૂ કરશે. ઘર ખરીદવા  માટેની લોન પર મળતી છૂટને ૨ લાખથી વધારી ૩.૫૦ લાખ કરી દેવામાં આવે છે. સરકારે બજેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય તેવુ એલાન કર્યુ છે. બન્ને ઈંધણ ઉપર ૧ – ૧ રૂપિયાની સેસ લાગશે. બજેટમાં સોના અને કિંમતી ધાતુઓ ઉપર લાગતી ડયુટીને ૧૦ ટકાથી વધારી ૧૨.૫૦ ટકા કરી દેવામાં કનિદૈ લાકિઅ આવી છે. જ્યારે તંબાકુ પર વધારાની ડયુટી લગાવવામાં આવી છે.

શું સસ્તુ ?
  • ડીફેન્સ ઈકવીપમેન્ટ – ઈલેકટ્રીક વાહન પાર્ટસ

શું મોંઘુ ?

  • ઓટોપાર્ટસ – સીસીટીવી કેમેરા – મેટલ ફીટીંગ – આયાત થતા પુસ્તકો – સોનુ – ટાઈલ્સ – પેટ્રોલ-ડીઝલ – માર્બલ – વિડીયો રેકોર્ડર

સરકારે અમીરો પર વધુ એક પ્રહાર કરી બેન્કમાંથી ૧ કરોડથી વધુ રોકડ ઉપાડ પર બે ટકાનો ટેક્ષ પણ ઝીંકયો છે. એટલે કે ૧ કરોડથી વધુની રકમ ઉપાડશો તો ૨ લાખ રૂ.નો ટેક્ષ કપાઈ જશે. આજે સવારે ૧૧ના ટકોરે લોકસભામાં મોદી-ટુ સરકારનું પ્રથમ જેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સિતારામને વધુ કમાણી કરનારને વધુ આંચકો આપ્યો છે. બે કરોડ સુધીના ટેક્ષ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ વર્ષે ૨ થી ૫ કરોડ સુધી કમાનારને ૩ ટકા વધારાનો ટેક્ષ આપવો પડશે તો ૫ કરોડથી વધુની કમાણી કરનારાઓને ૭ ટકાનો વધારાનો ટેક્ષ આપવો પડશે.

જો કોઈ વ્યકિત બેન્કમાંથી એક વર્ષમાં ૧ કરોડથી વધુની રકમ ઉપાડે તો તેણે ૨ ટકા ટીડીએસ આપવો પડશે એટલે કે ૧ કરોડથી વધુની રકમ ઉપાડવા પર બે લાખ રૂપિયાનો ટેક્ષ આપવો પડશે. આ ઉપરાંત મોદી સરકારે મધ્યમ વર્ગને પોતાનુ ઘર ખરીદવાના સપનાને સાકાર કરવાની દિશામાં એક મોટુ એલાન કર્યુ છે. ૪૫ લાખ સુધીનુ ઘર ખરીદવા પર તમને ૩.૫૦ લાખ રૂપિયાની છૂટ મળશે જે પહેલા ૨ લાખની મળતી હતી. તો ઈલેકટ્રીક વાહન ખરીદવા પર અઢી લાખની છૂટ આપવામાં આવશે. આ બજેટ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો અમલી બનશે. સરકારે બન્ને પર એક એક રૂપિયાની એકસાઈઝ ડયુટીના વધારાની જાહેરાત કરી છે. એ પછી પેટ્રોલ અને ડીઝલ એક એક રૂપિયો મોંઘુ થશે.

સાથોસાથ સરકારે સોનાની ઈમ્પોર્ટ પર ડયુટી ૧૦ ટકાથી ૧૨.૫ ટકા કરી છે અને સોનાની આયાત ડયુટી પર ૨.૫ ટકાનો વધારો કર્યો છે. જ્યારે તંબાકુ પર પણ વધારાની ડયુટી લાગશે. આઈટીઆર પર મોદી સરકારે એક મોટુ એલાન કર્યુ છે હવે આધાર કાર્ડથી પણ લોકો ટેક્ષ ભરી શકશે અને રીટર્ન ભરી શકશે. પાન અને આધાર બન્ને કામ આવશે.

Related posts

સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરવાનું બંધ કરો જો તમે રાષ્ટ્રવાદી છો તો ચૂંટણી દરમિયાન ભારતની વાત કરો, પાકિસ્તાનની નહીઃ પ્રિયંકા ગાંધી

Charotar Sandesh

બોલો… ઝોમેટો ડિલિવરી બૉય મુસ્લિમ હોવાથી ખાવાનો ઑર્ડર કેન્સલ કર્યો !

Charotar Sandesh

કોરોનાને સરકારે હળવાશમાં લીધો, જુલાઈ સુધી રસીની તંગી રહેશે – અદાર પૂનાવાલા

Charotar Sandesh