Charotar Sandesh
ઈન્ડિયા વર્લ્ડ

અમેરિકામાં ભારતીય મૂળના પરિવાર પર અંધાધૂંધ ગોળીબાર : ૪ના મોત

વૉશિંગ્ટન,
અમેરિકાના લોવા સ્ટેટના વેસ્ટ ડેસ મોઈનેસ સિટીમાં અજાણ્યા હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને ભારતીય મૂળના પરિવાર પર ગોળીઓ વરસાવી હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા. શનિવાર સવારે બનેલી ઘટનામાં પાડોશીઓએ પોલીસને જાણ કરતા મામાલો સામે આવ્યો હતો.

મૃતકોની ઓળખ ચંદ્રશેખર શંકરા (૪૪), લાવણ્યા શંકરા (૪૧) અને તેમના બે પુત્રો તરીકે થઈ છે. જેમની ઉંમર ૧૫ અને ૧૦ વર્ષ હતી. વેસ્ટ ડેસ મોઈનેસ પોલીસના જણાવ્યા મુજબ ઘટના સ્થળ પર ઘણા રાઉન્ડ ફાયરિંગ થયાના પુરાવા મળ્યા છે. હત્યાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

પ્રાપ્ત માહિતી મુજબ મૃતકો આંધ્ર પ્રદેશના ગંટુર જિલ્લાના તસુંદુરુના રહેવાસી હતા. ચંદ્રશેખર વધુ અભ્યાસ માટે યુએસ ગયા હતા અને પરિવાર સાથે ત્યાં જ સ્થાયી થયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ચંદ્રશેખર શંકરા છેલ્લાં ૧૧ વર્ષથી લોવા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના ટેક્નોલોજી સર્વિસ બ્યૂરોમાં કામ કરતાં હતા. તેમનો પરિવાર આ ઘરમાં ગત્‌ માર્ચ મહિનાથી રહેતો હતો. ઘટના બાદ મૃતકોના સંબંધીઓ, મિત્રો અને સહકર્મીઓ ડરેલા છે.

  • ઘટના બાદ મૃતકોના સંબંધીઓ, મિત્રો અને સહકર્મીઓ ડરેલા છે

Related posts

૨૪ કલાકમાં અધધ… ૧૨ હજાર પોઝિટિવ કેસ, ૩૧૧ના મોત…

Charotar Sandesh

રામ મંદિર મુદ્દે આરએસએસ મેદાને : ભૈયાજી જોશી મંદિર પ્રોજેક્ટના કેરટેકરની ભૂમિકા ભજવશે…

Charotar Sandesh

વડાપ્રધાન જવાબ આપે કે ભારતમાં લોકડાઉન કેમ ફેલ થયું : ચિદમ્બરમ

Charotar Sandesh