Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ટ્રેન્ડીંગ નવા બોલિવૂડ

ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં આ સ્ટાર્સ રહ્યા હાજર, જુઓ ફોટોઝ…

અમેરિકામાં યોજાઈ રહેલા ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનો પહેલો તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે જુઓ આ ફેસ્ટિવલમાં કયા કયા ગુજરાતી સ્ટાર્સ હાજર રહ્યા હતા.

અમેરિકાના લોસ એન્જલસમાં ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનો પહેલો તબક્કો યોજાયો હતો. જેમાં જય વસાવડા હાજર રહ્યા હતા. જાણીતા સર્જક, એક્ટર ડિરેક્ટર સૌમ્ય જોશી હાજર લોકોને સંબોધન કરી રહ્યા છે. સૌમ્ય જોશી પણ આ ફેસ્ટિવલના ડિરેક્ટર છે.

ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકર પણ હાજર રહ્યા હતા. રેવા ફિલ્મની અભિનેત્રી મોનલ ગજ્જર પણ ગોલ્ડન પરિધાનમાં આ ફેસ્ટિવલમાં હાજર રહી હતી. લોસ એન્જલિસના ફિલ્મ સિટી થિયેટરમાં ‘નટસમ્રાટ’ના સ્ક્રીનિંગથી આ ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી. સૌમ્ય જોશી અને જય વસાવડા સહિતના લોકોએ ફિલ્મ ફેસ્ટિવલની મજા માણી હતી.

IGFFની રેડ કાર્પેટ ઈવેન્ટમાં સ્થાનિક ગુજરાતી સમુદાય, સ્થાનિક સેલિબ્રિટીઝ સહિતના પ્રતિષ્ઠિત લોકોએ હાજરી આપી હતી. આ રેડ કાર્પેટ ઈવેન્ટ દરમિયાન એક અભિનેતાએ ગીત ગાઈને લોકોનું મનોરંજન કર્યું હતું.

Related posts

સુશાંત સિંહના ડોક્ટરને આત્મહત્યા પર આશંકા, કહ્યું લાગતું નથી અભિનેતા હિમ્મત હારી જાય…

Charotar Sandesh

બોક્સ ઓફિસ પર છવાઈ ‘ભારત’, ૩ દિવસમાં જાણો કેટલી કરી કમાઈ…

Charotar Sandesh

ડ્રગ્સ મામલે સીસીબીની કન્નડ એક્ટ્રેસ રાગિની દ્વિવેદીના ઘર પર રેડ…

Charotar Sandesh