Charotar Sandesh
ઈન્ડિયા

ગભરાયેલા પાકિસ્તાને લદ્દાખ પાસે ફાઇટર જેટ, તોપ તૈનાત કર્યા…

પાકિસ્તાને એલઓસી પર સેના વધારવાની શરુ કરી…

ભારતીય એજન્સીઓ સતર્ક કહ્યું પાકિસ્તાનની દરેક ગતિવિધિઓ પર અમારી બાજ નજર…

ન્યુ દિલ્હી/શ્રીનગર,
જમ્મુ-કાશ્મીર વિશે ભારતે જે નિર્ણય લીધો છે તેનાથી પાકિસ્તાનને ઘણી તકલીફ થઈ રહી છે. પાકિસ્તાન દ્વારા સતત એવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેનાથી તેથી ગભરામણ સ્પષ્ટ જોવા મળી રહી છે. અત્યાર સુધી પાકિસ્તાને રેલવે અને બસ સેવા રોકવાનો નિર્ણય લીધા પછી રાજકીય સંબંધો પણ તોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે પાકિસ્તાન દ્વારા એવું પગલું લેવામાં આવી રહ્યું છે જે તેના ખરાબ ઈરાદા દર્શાવે છે. પાકિસ્તાને લદ્દાખ પાસે આવેલા તેમના એરબેઝ પર ફાઈટર જેટ તહેનાત કરવાનું શરૂ કરી દીધું છે. જમ્મુ કશ્મીરની સરહદ પર પાકિસ્તાનના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. સૂત્રો અનુસાર પાકિસ્તાને NOC પર મોટા પ્રમાણમાં તોપોની તૈનાતી કરી છે. પાકિસ્તાને પોતાના તમામ એરબેઝ પર ફાઈટર પ્લેન પણ તૈનાત કરી દીધા છે.
ઈન્ટેલિજન્સ એજન્સીએ વાયુસેના અને સેનાને વિમાન તહેનાત કરવા વિશે એલર્ટ મોકલ્યું છે. સ્કર્દૂ પાકિસ્તાનનો એક ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ છે. પાકિસ્તાન આ એરબેઝનો ઉપયોગ બોર્ડર પર આર્મી ઓપરેશનના સપોર્ટ માટે કરે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન વાયુ સેના અહીં અભ્યાસ કરવાની યોજના બનાવી રહી છે. આ જ કારણથી તેઓ તેમના વિમાન સ્કર્દૂમાં શિફ્ટ કરી રહ્યા છે.
પાકિસ્તાને બોર્ડર વિસ્તારમાં પોતાના તરફથી સેના વધારવાની શરૂ કરી દીધી છે. શનિવારે પાકિસ્તાન તરફથી c-૧૩૦ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને સ્કાર્દૂ એરબેઝ પર લાવવાની શરૂઆત કરવામાં આવી છે.
માનવામાં આવે છે કે, પાકિસ્તાન એરક્રાફ્ટમાં અમુક સામગ્રીઓ લઈને આવ્યા છે. આ એરબેઝ ભારતની લદ્દાખ બોર્ડર પાસે આવ્યું છે. ભારતની એજન્સીઓની પાકિસ્તાનની દરેક પ્રવૃતિઓ પર નજર છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના સ્કાર્દૂ એરબેઝ પાસે JF-૧૭ ફાઈટર પ્લેનની પણ તહેનાતી કરવાની તૈયારીમાં છે. જે સામગ્રીઓને એરબેઝ પાસે પહોંચાડવામાં આવી છે તે ફાઈટર જેટ સાથે જોડાયેલી છે. જોકે અમુક સૂત્રોનું એવું પણ કહેવું છે કે, પાકિસ્તાન ટૂંક સમયમાં આ એરબેઝ પાસે તેમની વાયુસેનાની એક્સરસાઈઝ કરી શકે છે. જેમાં પાકિસ્તાન સેના પણ સામેલ છે.
પાકિસ્તાનના આ કાવતરાં પર ભારતીય સુરક્ષા એજન્સી અને એરફોર્સની નજર છે અને પડોશી દેશના દરેક પગલાંનો જવાબ દેવા માટે ભારત તૈયાર છે.
પાકિસ્તાને જમ્મુ કશ્મીરમાં કલમ ૩૭૦ રદ થયા બાદ સમજોતા એક્સપ્રેસ પર રોક લગાવી દીધી ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડી દીધા. તેના આ નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગઈ છે.

Related posts

મૃતકોના પરિવારજનોને વળતર રૂપે ૧૦ લાખ અપાશે : કેજરીવાલ

Charotar Sandesh

જમ્મુ કાશ્મીરના પૂંછમાં મિની બસ ખાઈમાં ખાબકી : ૧૧ના કરૂણ મોત, ૨૦થી વધુ ઘાયલ

Charotar Sandesh

બોલીવુડના મહાનાયકના સારા સ્વાસ્થ્ય માટે સેલેબ્સે અને લોકોએ કરી પ્રાર્થના..

Charotar Sandesh