Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

ગુજરાત પેટાચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ… કુલ ૧૪.૭૬ લાખ મતદારો મત આપશે…

આચારસંહિતાના ભાગરૂપે રાજ્યભરમાંથી ૧૦૮૮ બેનર-પોસ્ટર-હોર્ડિંગ્સ દૂર કરાયાં…

ગાંધીનગર : આગામી ૨૧મી ઓક્ટોબરે ગુજરાતમાં છ બેઠકો પર પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે રાજ્ય ચૂંટણીપંચે ચૂંટણી માટેની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. છ બેઠકો પર કુલ ૧૪,૭૬,૭૧૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
આ ઉપરાંત કુલ ૧૭૮૧ મતદાન મથકો પર મતદાન યોજાશે. અત્યારે કુલ મળીને ૪૨ ઉમેદવારો પેટાચૂંટણી લડી રહ્યાં છે. કેન્દ્રીય ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ અધિકૃત એન્જિનિયરોએ ઇવીએમ અને વીવીપેટની ચકાસણીની કામગીરી પણ પૂર્ણ કરી લીધી છે.
કુલ ૧૭૮૧ મતદાનમથકો પર મતદાન, ૩૫૩૨ ઇવીએમ-૩૪૨૮ વીવીપેટ ઉપયોગમાં લેવાશે. ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણી માટે રાજ્ય ચૂંટણીપંચે તમામ તૈયારી કરી લીધી છે. રાધનપુર,બાયડ,થરાદ,અમરાઇવાડી,લુણાવાડા અને ખેરાલુમાં પેટાચૂંટણી યોજાનાર છે.
થરાદ બેઠક પર કુલ ૨,૧૭,૮૪૯ મતદારો, ખેરાલુ બેઠક પર ૨,૦૯,૬૪૦ મતદારો,અમરાઇવાડીમાં ૨,૭૯,૦૮૨ મતદારો નોધાયાં છે. આ ઉપરાંત લુણાવાડામાં ૨,૬૯,૧૧૭ મતદારો,રાધનપુરમાં ૨,૬૯,૮૪૨ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જયારે બાયડમાં ૨,૩૧,૧૮૫ મતદારો આ વખતે મતદાન કરશે.
આ છ બેઠકો પર કુલ મળીને ૧૪,૭૬,૭૧૫ મતદારો નોંધાયેલાં છે. કુલ છ બેઠકો પર ૭,૭૦,૯૯૧ પુરુષ મતદારો જયારે ૭,૦૫,૭૧૨ મહિલા મતદારો નોધાયેલા છે. છ બેઠકો પર કુલ ૧૨ થર્ડ જેન્ડર મતદારો પણ મતાધકારનો ઉપયોગ કરશે.
રાજ્ય ચૂંટણીપંચે ૨૧મીએ આ છ બેઠકો પર મતદાન માટે કુલ ૧૭૮૧ મતદાન મથકોની વ્યવસ્થા કરી છે. થરાદમાં ૨૬૦, ખેરાલુમાં ૨૬૯, અમરાઇવાડીમાં ૨૫૩, લુણાવાડામાં ૩૫૭, રાધનપુરમાં ૩૨૬ અને બાયડમાં ૩૧૬ મતદાન મથકો બનાવવામાં આવશે.
૬ ખર્ચ નિરીક્ષકોને કામગીરી સુપરત કરાઇ છે. આ ઉપરાંત ૬ વીડિયો વ્યૂઇંગ ટીમ, ૩૨ સ્ટેટીક સર્વેલન્સ ટીમને પણ કાર્યરત કરાઇ છે.
છ બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે ત્યારે આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે જેના ભાગરૂપે ચૂંટણીપંચના આદેશ મુજબ રાજ્યભરમાંથી કુલ ૧૦૮૮ બેનરો, પોસ્ટરો અનર્હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત દિવાલો પર લખાયેલાં લખાણો અને ધજા-પતાકાઓને પણ દૂર કરાઇ છે.

Related posts

દ્વારકાધીશ મંદિરમાં ૧૦૮ ગ્રામ સોનાના હાર અને ૪૦૦ ગ્રામ ચાંદીના લોટાનું દાન…

Charotar Sandesh

હાઇકોર્ટમાં અરજી સાથે માંગ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી કરાવવામાં આવે…

Charotar Sandesh

આનંદો : બે વર્ષથી બંધ એવા અંબાજીના ભાદરવી પૂનમના મેળાને મંજૂરી મળી

Charotar Sandesh