Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

તેજસ ટ્રેનના ઉદ્ઘાટન પહેલા રેલ યુનિયનનો વિરોધ, ૧૮ની અટકાયત…

સુરત : ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ’ અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડવાની છે. ખાનગી ટ્રેનને લઈ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા સવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનના બંને ગેટ પાસે બેનર અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રેલવેના ખાનગીકરણ સામે વિરોધ નોંધવવામાં આવ્યો હતો.
ટ્રેનના ખાનગીકરણ કરતા રેલવેમાં રોજગારી પર મોટો ફટકો પડશે જેને લઈ રેલી અને વિરોધ કરવામાં આવ્યો છે. તેજસ ટ્રેનના કારણે ૩૩ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી સવારે જતી ટ્રેનમાં અપડાઉન કરતા મુસાફરોને ભારે હાલાકી પડશે. મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરતા રેલવે અને સ્થાનિક પોલીસે કર્મચારીઓનો અટકાયત કરી હતી.

સુરત રેલવે સ્ટેશન પર ખાનગી ટ્રેન અને રેલવેના થઈ રહેલા ખાનગીકરણ સામે મજદૂર સંઘ અને રેલવે સંઘર્ષ સમિતી દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જો કે, વિરોધ પ્રદર્શન અગાઉ જ પોલીસ દ્વારા ૧૮ જેટલા પ્રદર્શનકારીઓને ઝડપી લઈ અટકાયત કરવામાં આવી હતી.

Related posts

કોરોનાને હરાવવા અમુલે મેદાનમાં ઉતાર્યું હળદર, કેસર અને બદામ મિશ્રિત હલ્દી દૂધ…

Charotar Sandesh

સુરતના ૨૨માં પોલીસ કમિશનર તરીકે અજય તોમરએ ચાર્જ સંભાળ્યો…

Charotar Sandesh

ગુજરાતમાં ટેલિકોમ કંપનીઓની આવકમાં ૩ ટકાથી વધારે વૃદ્ધિ થઈ : ટ્રાઈ

Charotar Sandesh