Charotar Sandesh
બોલિવૂડ

‘બ્રહ્માસ્ત્ર’માં નાગાર્જુન આર્કિયોલોજિસ્ટના રોલમાં દેખાશે…

મુંબઈ : ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનની એન્ટ્રી થઇ ગઈ છે. ફિલ્મમાં તે આર્કિયોલોજિસ્ટના રોલમાં દેખાશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન લીડ રોલમાં છે. નાગાર્જુને અમિતાભ બચ્ચન સાથે અગાઉ ૧૯૯૨માં આવેલ ‘ખુદા ગવાહ’ અને ૨૦૦૨માં આવેલ ‘અગ્નિ વર્ષ’માં કામ કર્યું હતું. બિગ બી સાથે આ તેમની ત્રીજી ફિલ્મ છે.
એક ખબર મુજબ નાગાર્જુને તેના રોલનું શૂટિંગ વારાણસીમાં પહેલાં જ કરી લીધું છે. ફિલ્મમાં તે પોતાના સ્ટુડન્ટ્‌સ સાથે એક જૂનાં મંદિરના રિપેરિંગ માટે જાય છે ગંગા નદીના કિનારે આવેલ છે.
સ્ટોરી કંઈક એવી છે કે શિવાના રોલમાં રણબીર અને ઈશાના રોલમાં આલિયા નાગાર્જુન પાસે જાય છે. હિમાલય જતા પહેલા જૂનાં મંદિરમાં સ્ટોરીમાં ટિ્‌વસ્ટ આવે છે. ફિલ્મમાં મૌની રોય અને સૌરવ ગુર્જરની પણ આ દરમ્યાન સ્ટોરીમાં એન્ટ્રી થાય છે. ફિલ્મનો આ હિસ્સો વારાણસી પર જ આધારિત હશે.

Related posts

બચ્ચન પરિવાર કોરોનાના ભરડામાં, પિતા-પુત્ર બાદ ઐશ્વર્યા બચ્ચન અને આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ

Charotar Sandesh

‘થપ્પડ’નું ટ્રેલર જોઈ સ્મૃતિ ઈરાની બની ભાવુક, સમાજ પર રોષ ઠાલવ્યો…

Charotar Sandesh

’ચીની કમ’ની વાતો વચ્ચે શું સેલિબ્રિટી પણ કરશે કંપનીઓના કોન્ટ્રાક્ટ રદ?

Charotar Sandesh