Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

રાજ્ય શિક્ષક સંઘ દ્વારા “કાયઝાલા” એપ નો બહિષ્કાર કરવા આદેશ…

તમામ ૩૩ જિલ્લાના પ્રતિનિધીઓએ આ એપનો વિરોધ નોધાવતાં એપ ડાઉનલોડ ન કરવાનો એક સૂર ઉઠયો…

રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની રોજે રોજ સેલ્ફિ પાડીને હાજરી લેવા માટે શિક્ષણ વિભાગે શિક્ષકોને ‘કાયઝાલા’ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સુચના આપી હતી. જેનો છેલ્લા કેટલાક દિવસથી ભારે વિવાદ થયો છે, ત્યારે રવિવારના રોજ ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય પ્રાથમિક શિક્ષકસંઘની સંકલનસભામાં ‘કાયઝાલા’ એપ્લિકેશનનો બહિષ્કાર કરતો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં તમામ ૩૩ જિલ્લાના પ્રતિનિધીઓએ આ એપનો વિરોધ નોધાવતાં એપ ડાઉનલોડ ન કરવાનો એક સૂર ઉઠયો હતો. જેથી હવે ૫મી સપ્ટેમ્બરે કાયઝાલા એપ્લિકેશન લોંચ થશે કે કેમ તેવી ચર્ચાએ જોર પકડયું છે. આ અંગે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ થઈ શક્યો નહોતો. પ્રા. શાળાના શિક્ષકોની વહિવટી કામગીરી ઓનલાઈન કરવાના અભિયાનની સાથે સાથે શિક્ષકોની હાજરી પણ ઓનલાઈન લેવામાં આવી રહી છે. આ સિવાય મોબાઈલ ફોનમાં કાયઝાલા નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમા સેલ્ફી દ્વારા હાજરી પૂરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. બીએલઓને મતદારો ખરાઈ કરવા સૂચના અપાઈ છે પણ તેમણે એપ્સ ડાઉનલોડ નહીં કરવા નક્કી કર્યું છે.

  • Jignesh Patel

Related posts

સુરતમાં લાગ્યા પોસ્ટર, ‘ધનિકોને માફી અને પ્રજાને દંડ, આ છે ગુજરાત મોડલ…’

Charotar Sandesh

અમેરિકામાં આણંદના યુવકની લૂંટના ઇરાદેથી હત્યા : ચકચાર મચી…

Charotar Sandesh

હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા અંગે અંતિમ નિર્ણય લેશે : ભરતસિંહ સોલંકી

Charotar Sandesh