Charotar Sandesh
X-ક્લૂઝિવ અચીવમેન્ટ ઈન્ટરેસ્ટિંગ ઈન્ટરેસ્ટિંગ ઈન્ડિયા ટ્રેન્ડીંગ બિઝનેસ

રિલાયન્સનું એલાન : ૭૦૦માં મળશે jio Gigafiber ; વાર્ષિક પ્લાન પર ફ્રી LED TV…

  • રિલિઝના દિવસે જ ટીવી પર જોઇ શકાશે નવી ફિલ્મ : પ સપ્ટેમ્બરે લોન્ચીંગ

  • jio પોસ્ટપેઇડ પ્લસનું એલાન : મળશે લાઇફ ટાઇમ અનલિમિટેડ ફ્રી કોલીંગ

  • સેટટોપ બોક્ષથી વિડિયો કોલિંગની સુવિધા : એજીએમને સંબોધન કરતા મુકેશ અંબાણી

  • ૭૦૦ રૂપિયાથી ૧૦ હજાર રૂપિયા સુધીના અલગ-અલગ મંથલી પ્લાન હશે

નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૪૨મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ. જેમાં ચેરમેન મુકેશ અંબાણી દ્વારા અનેક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણી ઉપરાંત નીતા અંબાણી. માતા કોકિલાબેન અંબાણી, ઇશા અંબાણી, આકાશ અંબાણી તેમજ તેમના પત્ની શ્લોકા પણ ઉપસ્થિત રહ્યા. રિલાયન્સની એજીએમને સંબોધિત કરતા મુકેશ અંબાણીએ કંપનીની ભવિષ્યની રૂપરેખા રજૂ કરી. સાથે જ કંપનીની પ્રગતિને ચિતાર રજૂ કર્યો. આ પ્રસંગે મુકેશ અંબાણીએ અત્યાર સુધીના સૌથી મોટા વિદેશી રોકાણની પણ જાહેરાત કરી. રિલાયન્સ અને સાઉદી અરેબિયાની કંપની સાઉદી અરામ્કો વચ્ચે જોડાણ થયું છે.

જે મુજબ રિલાયન્સના ઓઇલ અને કેમિકલ ડિવિઝનમાં સાઉદી અરામ્કો ૨૦ ટકાનું રોકાણ કરશે. મુકેશ અંબાણીએ જીઓને સૌથી ઝડપથી વિકસીત કરતી કંપની ગણાવી. તેમણે કહ્યું કે ૩૪ કરોડ ગ્રાહકો સાથે જીઓ ભારતની પ્રથમ અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી કંપની બની ગઇ છે. મુકેશ અંબાણીએ જીઓ ગીગાફાઇબરના વ્યાવસાયિક લોન્ચિંગની પણ જાહેરાત કરી.

મુકેશ અંબાણીએ જણાવ્યું કે જીઓ ગીગાફાઇબર ૫ સપ્ટેમ્બરેથી લોન્ચ થશે. અત્યાર સુધીમાં ૫ લાખ દ્યરો સુધી જીઓ ગીગાફાયબરને પહોંચાડવામાં આવ્યું છે. અને આગામી ૧૨ મહિનામાં સમગ્ર દેશને આવરી લેવામાં આવશે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૩ સુધી ભારતને ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પરંતુ મને વિશ્વાસ છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત ૧૦ ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે.

Related posts

ચંદ્રયાન-૨ને એક વર્ષ પૂર્ણઃ ઓર્બિટરે ચંદ્રની ચારેબાજુ ૪૪૦૦ પરિક્રમાઓ પૂર્ણ કરી…

Charotar Sandesh

રાજીવ ગાંધી પર PM મોદીના કટાક્ષ બાદ રાહુલ-પ્રિયંકા થયા ગુસ્સે, આપ્યો કરારો જવાબ

Charotar Sandesh

દાઉદ ઈબ્રાહિમ વિરૂદ્ધ સરકારની મોટી કાર્યવાહી, ૭ પ્રોપર્ટીની કરાશે હરાજી…

Charotar Sandesh