Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

શેરબજાર ઊંધા માથે પટકાયું : સેન્સેક્સમાં ૬૨૪ અંકનો કડાકો…

નિફ્ટી ૧૮૪ અંક ઘટી ૧૦૯૨૫ની સપાટીએ બંધ…

ભારતીય શેરબજાર આજે ભારે કડાકા સાથે સેટલ થયા છે. ટ્રેડિંગ દિવસના અંતિમ સેશનમાં સેન્સેક્સ ૬૨૩.૭૫ પોઈન્ટ એટલે કે ૧.૬૬ ટકા ગગડીને ૩૬,૯૫૮.૧૬ પર જ્યારે નિફ્ટી ૧૮૩.૮૦ પોઈન્ટ અથવા ૧.૬૫ ટકા પટકાઈને ૧૦,૯૨૫.૮૫ ના લેવલે બંધ આવ્યા છે. ટ્રેડિંગ દિવસ દરમિયાન સેન્સેક્સમાં લગભગ ૬૫૦ પોઈન્ટથી વધારે જ્યારે નિફ્ટીમાં ૨૦૦ પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો.
સ્મોલકેપ અને મિડકેપની વાત કરીએ તો સંપૂર્ણ દિવસ દરમિયાન મોટાભાગે શેર્સમાં પણ નરમાઈની ચાલ જોવા મળી હતી. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૪૧ ટકા જ્યારે મિડકેપ ઈન્ડેક્સ ૨.૪૪ ટકા પટકાઈને સેટલ થયા છે. ઉપરાંત બેંક નિફ્ટી પણ આજે મંદ રહેતા રેડ ઝોનમાં સેટલ થયા છે. ઇન્ડેક્સ ૩૨૦ પોઈન્ટ ગગડીને ૨૭,૭૦૨ના લેવલે બંધ આવ્યો છે. જ્યારે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ૨.૧૬ ટકા પટકાઈને બંધ આવ્યા છે. મેટલ, રિયલ્ટીમાં પણ આજે નરમાઈ જોવા મળી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૨.૩૯ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૪૩ ટકાના ઘટાડા સાથે બંધ આવ્યા છે.
જોકે કડાકાના માહોલમાં આજે ઇૈંન્ના શેરોમાં ૧૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો. જિયોના ફ્યૂચર પ્લાનની જાહેરાત બાદ અન્ય ટેલિકોમ કંપનીઓના શેરમાં કડાકો જ્યારે રિલાસન્યના શેરમાં તેજી ચમકારો હતો. આઇડિયા વોડાફોન શેર ૫.૬ ટકા, ભારતી એરટેલનો શેર ૫.૨ ટકા જ્યારે સ્‌દ્ગન્નો શેર ૪.૬ ટકા અને ટાટા ટેલિકોમનો શેર ૩.૫ ટકાના કડાકા સાથે બંધ આવ્યા છે.
ટોપ ગેનર્સની વાત કરીએ તો રિલાયન્સ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, ગેલ, સન ફાર્મા, હિંડાલ્કો, પાવર ગ્રિડ કોર્પ, ટાટા મોટર્સ છે. જ્યારે ટોપ લૂઝર્સમાં યસ બેંક, મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા, એનટીપીસી, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી, ભારતી એરટેલ સામેલ છે.

Related posts

વડાપ્રધાન મોદીના અનુભવો પર આધારિત કેન્દ્રીય બજેટ : નાણાપ્રધાન

Charotar Sandesh

ટિકટોકે ભારતીય નિયમોનો ભંગકર્તા ૬૦ લાખ વિડિયો દૂર કર્યા…

Charotar Sandesh

મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડમાં ભારત પાકિસ્તાન-નેપાળથી પણ પાછળ…

Charotar Sandesh