Charotar Sandesh
બોલિવૂડ

અક્ષય કુમાર મુશ્કેલીમાં ફસાયો, મરાઠા સમુદાયની લાગણી દુભાવવાનો આરોપ…

મુંબઈ : બોલીવૂડ સુપર સ્ટાર અક્ષયકુમાર વોશિંગ પાઉડરની જાહેરાતના કારણે મુશ્કેલીમાં ફસાયો છે. અક્ષય કુમાર સામે મુબંઈના વરલી પોલીસ મથકમાં મરાઠા સમુદાયની લાગણી દુભાવવા બદલ ફરિયાદ કરવામાં આવી છે.
વાત એવી છે કે, નિરમા ડિટરન્જ પાઉડરની એક જાહેરાતમાં અક્ષય મરાઠા રાજાના રોલમાં દેખાય છે. યુધ્ધ પછી પાછા ફરેલા રાજા અને તેની સેનાનુ સ્વાગત કરે છે. પણ જ્યારે એક યોધ્ધાની પત્ની કપડા ગંદા થયાની ફરિયાદ કરે છે ત્યારે ખુદ રાજા અને સેના પોતાના કપડા ધોતા નજરે પડે છે. અક્ષય જાહેરાતમાં રાજાના રોલમાં નાચતા નાચતા ડોલમાં કપડા ધોતો દર્શાવાયો છે.
હવે મરાઠા સમુદાયે ફરિયાદમાં કહ્યુ છે કે, જે રીતે જાહેરાત શૂટ કરવામાં આવી છે તેનાથી મરાઠા સમુદાયનુ અપમાન થતુ નજરે પડે છે. મરાઠી લોકોના સન્માનને ઠેસ પહોંચાડવામાં આવી છે.
અક્ષય કુમારની આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નથી આવી પણ સોશ્યલ મીડિયા પર આ મામલે હોબાળો મચી ગયો છે. સોશ્યલ મીડિયા પર બોયકોટ નિરમા ટ્રેન્ડિંગ શરુ થયુ છે.

Related posts

સલમાનની ‘રાધે’ અને અક્ષયની ‘લક્ષ્મી બોમ્બ’ આવતા વર્ષે ઈદ પર ટકરાશે…

Charotar Sandesh

રાજીવ સેને પત્ની સાથેના અશ્લીલ ફોટા શેર કરતાં ટ્રોલ થયો…

Charotar Sandesh

રણબીર કપૂર તથા શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ ૨૦૨૧માં રિલીઝ થશે…

Charotar Sandesh