Charotar Sandesh
બોલિવૂડ

અજય દેવગને ડિરેક્ટર રાજામૌલિની ફિલ્મ ‘RRR’નું શૂટિંગ શરૂ કર્યું…

મુંબઈ : ‘તાનાજી’ની સફળતા બાદ હવે અજય દેવગને નેકસ્ટ પ્રોજેક્ટનું કામ શરૂ કરી દીધું છે. અજયે (૨૧ જાન્યુઆરી) એસ એસ રાજામૌલિની ફિલ્મ ‘આરઆરઆર’નું શૂટિંગ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયામાં સેટ પરની તસવીરો શૅર કરવામાં આવી હતી.
આ ફિલ્મથી અજય સાઉથમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ફિલ્મમાં અજય મહત્ત્વના રોલ જોવા મળશે. અજય દેવગન ફ્લેશબેકમાં એક્ટર રામ ચરણના પિતાનો રોલ પ્લે કરતો જોવા મળશે. ફિલ્મમાં લીડ રોલમાં રામ ચરણ તથા જુનિયર એનટીઆર છે. સૂત્રોના મતે, ફિલ્મ બે ટાઈમ ઝોનમાં એક સાથે ચાલતી જોવા મળશે, જેમાં આજના સમયની વાર્તામાં એનટીઆર તથા રામ ચરણ ભાઈઓના રોલમાં હશે. જ્યારે ફ્લેશબેકમાં ચાલતી સ્ટોરી ફ્રીડમ ફાઈટર કોમારામ ભીમ તથા અલ્લુરી સીતારામ રાજુના જીવન પર આધારિત હશે. જુનિયર એનટીઆરે કોમારામ ભીમ તથા રામ ચરણે અલ્લુરી સીતારામ રાજુની ભૂમિકા ભજવી છે.

Related posts

અભિનેત્રી કંગનાએ જાતી ઉપર આપેલા નિવેદનથી ‘પદ્મશ્રી પાછું લો’ થવા લાગ્યું ટ્રેન્ડ…

Charotar Sandesh

દીપિકા પદુકોણ ઇન્ટરનેશનલ શૂઝ બ્રાન્ડેની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર

Charotar Sandesh

એકતા કપૂરની વેબ સીરિઝ XXX-૨ પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી

Charotar Sandesh