Charotar Sandesh
બોલિવૂડ

અનિલ કપૂરના પુત્ર અંગે તાપસી બોલી : ‘પપ્પાના કારણે બીજી ફિલ્મ મળી’

મુંબઈ : તાપસી પન્નુ પોતાની વાત ખુલીને મીડિયા સામે રાખે છે. અને આજ કારણ છે કે તે હંમેશા ચર્ચાનું કેન્દ્ર બને છે. તાપસી હાલમાં ફરી કંઇક તેવું જ કર્યું છે જેના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની છે. વાત છે નેહા ધૂપિયાની પોડકાસ્ટ શો નો ફિલ્ટર નેહાની, જ્યાં તાપસી ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચી હતી. તેવામાં નેહાના એક સવાલ પર તાપસીએ તેવો જવાબ આપ્યો કે તે સમાચારમાં છવાઇ ગઇ. તાપસીએ અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરને સ્ટારકિડ હોવાનો ફાયદો મળ્યો હોવાની વાત ઉચ્ચારી છે.
નેહા ધૂપિયાના શો નો ફિલ્ટર નેહાની ચોથી સીઝનમાં પહોંચેલી તાપસીને નેહાએ પુછ્યું કે બોલીવૂડમાં તેવો કયો કલાકાર છે જેના માતા-પિતા ઇન્ડસ્ટ્રીમાં ન હોત તો તે આજે ઇન્ડસ્ટ્રીથી બહાર હોત? આ સવાલના જવાબમાં તાપસીએ અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધનની વાત કરી. તાપસીએ કહ્યું કે મને લાગે છે કે હર્ષવર્ધન કપૂર…કેમ કે મેં તેમનું જેટલું કામ જોયું છે તે જોઇને મને નથી લાગતું કે તેમની પહેલી ફિલ્મ ફ્લોપ થયા પછી તેમને બીજી ફિલ્મ મળતી!
હર્ષવર્ધને વર્ષ ૨૦૧૬માં ફિલ્મ મિર્ઝયાથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી વર્ષ ૨૦૧૮માં ફિલ્મ ભાવેશ જોષી સુપરહિરોમાં તે નજરે પડ્યા હતા. તાપસી પન્નૂની ફિલ્મોની વાત કરીએ તો છેલ્લે તે ફિલ્મ સાંડ કી આંખમાં નજરે પડી હતી. ફિલ્મમાં તેમની સાથે ભૂમિ પેડનકર પણ હતી. અને આ ફિલ્મ બે વયોવૃદ્ધ શાર્પ શૂટર ચંદ્રો અને પ્રકાશી તોમરના જીવન પર આધારિત હતી.

Related posts

મહેશ ભટ્ટે ફિલ્મના પ્રિમિયર પર કંગના તરફ ચંપલ ફેંકી હતી: કંગનાની બહેનનો ખુલાસો

Charotar Sandesh

હિના ખાને બોયફ્રેન્ડ રોકી સાથે કરી સગાઈ? ડાયમંડ રીંગ સાથે સોશિયલ મીડિયા પર છવાઈ…

Charotar Sandesh

હિમેશ રેશમિયાએ સવાઇ ભટ્ટની સાથે તેનું આલબમ ’હિમેશ કે દિલ સે’ની જાહેરાત કરી…

Charotar Sandesh