Charotar Sandesh
ઈન્ડિયા

અમરનાથ યાત્રા પર આતંકીવાદી હુમલાનો ખતરો : સેના-સરકાર એલર્ટ

યાત્રાના રૃટ પર સીસીટીવી-ડ્રોન કેમેરાથી બાજ નજર રખાશે…

ન્યુ દિલ્હી,
અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યુ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જૈશના આતંકવાદીઓ બાલાકોટના રસ્તેથી સુરક્ષાદળના જવાનોને નિશાન બનાવી શકે છે. આતંકવાદીઓ સૈન્ય વાહનને નિશાન બનાવી મોટા હુમલાનું ષડ્યંત્ર રચી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓના એલર્ટ બાદ અમરનાથ યાત્રાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

યાત્રાના રૂટ પર સીસીટીવી અને ડ્રોન દ્વારા બાજ નજર રાખવામાં આવશે. જ્યારે સીઆરપીએફ અને સેનાના જવાનો યાત્રાના રૂટ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આ ઉપરાંત ડોગ સ્ક્વોડ, જોઈન્ટ કન્ટ્રોલ રૂમ સહિત સીઆરપીએફને આધુનિક હથિયારથી સજ્જ કરવામાં આવી છે. સીઆરપીએફની ટુકડીને પણ સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાતં જમ્મુ રેલવે સ્ટેશન પર પણ સુરક્ષા વધારવામાં આવી છે. કેમ કે, જમ્મુ રેલવે સ્ટેશન પર ૭૦ હજારથી વધારે યાત્રીઓ આવવાની શક્યતા છે. જમ્મુ રેલ્વે સ્ટેશન ઉપરાંત કટરા રેલવે સ્ટેશન, ટનલ અને રેલવે પુલની સુરક્ષામા પણ વધારો કરવામાં આવ્યો છે.

Related posts

પુત્રની કુલ આવકમાં તેના માતા-પિતા પણ હિસ્સેદાર છે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારોઃ ભાવ છેલ્લા ૨ વર્ષના શિખરે પહોંચ્યા…

Charotar Sandesh

ફ્રાંસથી ૫ રાફેલ વિમાન ભારત આવવા રવાના : બુધવારે અંબાલા પહોંચશે…

Charotar Sandesh