Charotar Sandesh
સ્પોર્ટ્સ

અમિત શાહ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ નિહાળશે…

શેખ હસીના-મમતા બેનર્જી પણ હાજર રહેશે…

કોલકાતા : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝનો બીજી ટેસ્ટ મેચ ૨૨ નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમવાનો છે. ડે નાઈટ ટેસ્ટ ભારતમાં પહેલીવાર યોજવામાં આવે છે. મેચ જોવા બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, ગૃહમંત્રી અમિત શાહ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. બંગાળના ક્રિકેટ એસોસિએશન દ્વારા ત્રણેયને ટેસ્ટ મેચ જોવા માટે આમંત્રણ અપાયું છે. મેચ બપોરે ૧ વાગ્યે શરૂ થશે અને રાત્રે ૮ વાગ્યા સુધી ચાલશે.
હકીકતમાં, ઠંડા વાતાવરણ અને ઝાકળને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે અને અને બંગાળ ક્રિકેટ એસોસિએશન એ મેચનો સમય નક્કી કરવાનો નિર્ણય લીધો છે. ભારત ૨૨ નવેમ્બરથી ૨૬ નવેમ્બર સુધી બાંગ્લાદેશ સામે પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે. ટેસ્ટ મેચના પહેલા દિવસે હસીન અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એડન ગાર્ડન્સ સ્ટેડિયમની ઘંટડીઓ વગાડીને મેચની શરૂઆત કરશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે કહ્યું હતું કે તેમની ટીમ તેમની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચને લઈને ઉત્સાહિત છે. તેમને લાગે છે કે આ ગુલાબી બોલ સાથે રમાઈ રહેલી મેચમાં ઝડપી બોલરોની મોટી ભૂમિકા રહેશે. આ સાથે જ બંગાળના લોકો પણ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. સમાચાર અનુસાર ૫૦,૦૦૦ થી વધુ દર્શકો સ્ટેડિયમમાં પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ જોવા માટે જઈ શકે છે.

Related posts

ભારતની ‘વિરાટ’ જીત : દ.આફ્રિકાનો ૩-૦થી વ્હાઇટવૉશ…

Charotar Sandesh

BCCIની ૮૯મી AGM ૨૪મી ડિસેમ્બરે અમદાવાદના મોટેરાના સ્ટેડિયમમાં યોજાશે

Charotar Sandesh

ભારતનાં પૂર્વ બેટ્‌સમેન વસીમ ઝાફરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો…

Charotar Sandesh