Charotar Sandesh
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત

અમૂલે ભાવ ન વધાર્યો પણ પાઉચની છાશમાં ઘટાડો કર્યો..!!

આણંદ,
સામાન્ય માણસનું બજેટ વધી જાય તેવો ધડાકો અમૂલ કંપનીએ ભર ઉનાળે કરી દીધો છે તેથી આ ઉનાળામાં લોકોએ ઠંડક આપતી છાશમાં ભાવ વધારાની ગરમી સહન કરવી પડશે. તાજેતરમાં જ અમૂલે છાશનાં પાઉચમાં ચાલાકી કરીને ભાવ તો ન વધાર્યો, પરંતુ પ૦ એમએલ છાશ ઓછી કરી નાખી છે. જ્યારે દહીંમાં પ્રતિ કિલો રૂ.પનો સીધો ભાવવધારો ઝીંકી દીધો છે.
સામાન્ય રીતે ઉનાળામાં છાશ અને દહીંની માગ ખૂબ વધારે હોય છે તેનો લાભ અમૂલે લઈ લીધો છે. ગુજરાતમાં ર૦૦૬થી અત્યાર સુધી અમૂલે ર૩ વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે. એટલે સામાન્ય માણસ છાશની ખરીદી વખતે એ જ રૂટિન ભાવ ચૂક્વતો હોય એટલે તેને ભાવ વધારો સમજાય નહીં પરંતુ ઝીણવટથી પાઉચ ઉપરનાં લખાણનો અભ્યાસ કરે ત્યારે ખબર પડે કે ભાવ તો એનો એ જ છે પરંતુ પાઉચમાં પ૦ એમએલ છાશ ઓછી છે. અત્યાર સુધી અમૂલ છાશનાં પાઉચમાં પ૦૦ એમએલ છાશ મળતી હતી જે ઘટીને હવે ૪પ૦ એમએલ થઈ ગઈ છે અમદાવાદમાં અંદાજે રોજ બે લાખ લિટર છાશનું વેચાણ થાય છે.

Related posts

આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાત આવશે : પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે…

Charotar Sandesh

હવે RSS શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરશે, ફેબ્રુઆરી ૨૦૨૦માં અમદાવાદમાં યોજાશે…

Charotar Sandesh

વલસાડમાં ગૌરક્ષકોની ટીમ પર ટેમ્પો ચડાવી મોત નિપજાવનાર ૧૦ નરાધમો ઝડપાયા…

Charotar Sandesh